327
News Continuous Bureau | Mumbai
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનમાં ધારેવાડા-છપ્પી સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે, સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 18 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 17 સપ્ટેમ્બર 2025 ની ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Join Our WhatsApp Community