ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 જુન 2020
"ભારત એક શાંતિપ્રિય દેશ છે એ કોઈને સામેથી છેડવા જતું નથી પરંતુ, જો કોઈ ભારત ને છેડશે તો અમે છોડશું પણ નહીં. ભારત પોતાના માન, સ્વાભિમાન, અખંડતા અને સાર્વભૌમત્વને સાચવવા માટે સક્ષમ છે. અમને અમારા દેશની રક્ષા કરતા કોઈ રોકી શકે એમ નથી". આમ કહી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા શબ્દોમાં ચીનને સાનમાં સમજાવી દીધું છે કે "જો તમે યુદ્ધ છેડશો તો ભારત પણ વળતો જવાબ આપશે".
આ દરમિયાન દેશવાસીઓને વિશ્વાસ અપાવતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે "શહિદ થયેલા તમામ જવાનનું બલિદાન એળે નહીં જાય. આપણા જવાનોએ ચીનેને પાછળ ખદેડતા ખદેડતા બહાદુરીપૂર્વક શહીદી વહોરી છે.
વડાપ્રધાન મોદીએ આજે, દેશમાં લોકડાઉન હટાવ્યા બાદ વધી રહેલા કોરોના ના કેસ ને લઇ દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો દ્વારા ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા શરૂ કરતા પહેલા મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સહિત 15 રાજ્યોના મુખ્યમંત્રીઓએ બે મિનિટનું મૌન પાળી 15 જૂને શહીદ થયેલા 20 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ….
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com