News Continuous Bureau | Mumbai
સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને ( Same-sex marriage ) માન્યતા આપવાની માંગ કરતી તમામ અરજીઓને પોતાની પાસે ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. તે મુજબ અલગ-અલગ હાઈકોર્ટમાં પડતર અરજીઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. આ માટે ( SC ) કોર્ટે 13 માર્ચ સુધી અરજીઓની યાદી ( pleas pending ) બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
આગામી સુનાવણી 13 માર્ચે..
સાથે જ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કેન્દ્રને 15 ફેબ્રુઆરી સુધીમાં સમલૈંગિક લગ્ન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 13 માર્ચે થશે.
અગાઉ ક્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી?
ધ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954, ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 અને ફોરેન મેરેજ એક્ટ 1969 હેઠળ તેમના લગ્નોને કાનૂની માન્યતા મેળવવા માટે સમલૈંગિક યુગલોની 8 અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. તેમને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે આજે મંજૂરી આપી છે. હવે આ તમામ અરજીઓ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવશે. આ મામલે છેલ્લી સુનાવણી 14 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને 4 અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : તારીખ પે તારીખ… એનસીપી નેતા નવાબ મલિકનો જેલવાસ ફરી લંબાયો, હવે આ તારીખ સુધી રહેશે જેલમાં..
કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માંગ
વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે કેસનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે આ અંગે વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું હતું.