News Continuous Bureau | Mumbai
Sanjay Jaju : શ્રી સંજય જાજુએ આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ તેલંગાણા કેડરના 1992 બેચના IAS અધિકારી છે. ચાર્જ સંભાળવા પર, શ્રી જાજુનું વિદાય લેતા સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને મંત્રાલયના અન્ય અધિકારીઓ અને વિવિધ મીડિયા એકમો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી અપૂર્વ ચંદ્રાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ પહેલા શ્રી જાજુ 2018 થી 2023 સુધી ભારત સરકારમાં અધિક સચિવ હતા. તેમણે ઓક્ટોબર 2014 થી માર્ચ 2018 સુધી નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat Express: તામિલનાડુમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, આટલા કોચના કાચ તૂટ્યા.. જાણો વિગતે..
તેમણે મે 2011 થી ઓક્ટોબર 2014 સુધી આંધ્ર પ્રદેશ સરકાર (ઈલેક્ટ્રોનિક્સ, આઈટી અને કોમ્યુનિકેશન વિભાગ)ના સચિવ તરીકે સેવા આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.