ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
સાઉદી અરેબિયાએ કોરોનાવાયરસને કારણે આ વર્ષે હજયાત્રામા આવનારાં લાખો વિદેશથીઓ પર પ્રતિબંધ મુક્યો છે. માત્ર મર્યાદિત સંખ્યામાં સાઉદી નાગરિકો અને સ્થાનિક રહેવાસીઓ જ હજ યાત્રા કરી શકશે. આ પ્રથમ વર્ષ હશે જ્યારે વિશ્વભરના મુસ્લિમોને મક્કાની વાર્ષિક યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી નથી.
કોરોનાની બીમારી સાથે સંકળાયેલા જોખમોથી પોતાના નાગરિકોને બચાવવા જરૂરી પગલાં અને પ્રોટોકોલોનું પાલન કરી ઇસ્લામના ઉપદેશોને અનુસરી આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં કોવિડ-19 નાં નવા ચેપમાં ઘણો વધારો થતાં સાઉદી અરેબિયામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 1,60,000 ને વટાવી ગઈ છે, જેમાં 1,307 લોકો મૃત્યુ પામ્યા છે.
લગભગ 2.5 મિલિયન યાત્રાળુઓ દર વર્ષે મક્કા અને મદીનામાં આવેલા ઇસ્લામના પવિત્ર સ્થળોની મુલાકાત લે છે જે અઠવાડિયા સુધી ચાલે છે. સત્તાવાર માહિતી બતાવે છે કે સાઉદી અરેબિયા હજ બાદ ઓછી જાણીતી ઉમરાહ યાત્રાથી દર વર્ષે 12 અબજ ડોલરની કમાણી કરે છે.
પરંતુ કોરોના ફેલાયા બાદ સાઉદી અરેબિયાએ માર્ચમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર બૅન લગાવી દીધો હતો અને કોરોનાને કારણે હવે ઉમરા માટે પણ વિદેશી વિમાનો પર પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ સાઉદી અરેબિયાએ મલેશિયા અને ઇન્ડોનેશિયા નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com