ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
22 જુન 2020
સુપ્રસિદ્ધ જગન્નાથ પુરીની રથયાત્રા કાઢવા માટે પહેલા સુપ્રીમ કોર્ટે કોરોનાના સંક્રમણના ફેલાવવાની ધ્યાનમાં રાખી ના ફરમાવી હતી. પરંતુ આજે કેટલીક શરતો સાથે પુરીની રથયાત્રા યોજવાની મંજુરી આપી છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ ફેસલો માત્ર પુરીની રથયાત્રા માટે છે. દેશના અન્ય ભાગોમાં નીકળતી જગન્નાથની રથયાત્રા સાથે આને કોઈ લેવાદેવા નથી.. ઉલ્લેખનીય છે કે આજે સુપ્રીમ કોર્ટે ફરી વિચારણા કરવી પડી, જે માટે પુરીના જ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થી યુવકોએ સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજી દાખલ કરી હતી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એસ.એ. બોબડે કહ્યું કે "પુરી રથયાત્રા, આરોગ્ય સમિતિ સાથે સમાધાન કર્યા વિના મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી યોજવામાં આવશે."
સુપ્રીમ કોર્ટ ની શરતી મંજૂરી મળ્યા બાદ હવે તૈયારી કેવી રીતે કરવી તેની મીટીંગ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં સોમવારે સાંજે મળશે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com