ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
19 જુલાઈ 2019 ના રોજ બે જજોની બેંચએ સીબીઆઈ કોર્ટ ને 9 મહીનાની અંદર ટ્રાયલ પુરી કરવાના આદેશ આપ્યાં હતા. બીજેપીના દિગ્ગજ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી અને અન્ય 13 લોકો સામે બાબરી મસ્જિદના તોડવાના ગુનાહિત કાવતરાના આરોપસર કેસ ચાલી રહ્યો છે. વધુમાં ટ્રાયલ કોર્ટના વકીલે સુપ્રીમ કોર્ટમાં એક પત્ર દાયર કરી વધુ સમય આપવાની માંગ કરી હતી જેની સામે SC એ વીડિઓ કોંફરન્સીન દ્વારા પુરાવા રજૂ કરવાની સલાહ આપી છે. જેથી હાલ આપવામાં આવેલો સમય વ્યર્થ જાય નહીં અને આગામી સુનાવણી હવે 31 ઓગસ્ટની આપવામાં આવી છે..
