સુપ્રીમ કોર્ટે વિવાદિત નવા સંસદભવન સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામને મંજૂરી આપી દીધી છે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે નવા સંસદ ભવન માટેના શિલાન્યાસની મંજૂરી આપી હતી, પરંતુ નિર્દેશ પણ આપ્યો હતો કે ત્યાં કોઈ બાંધકામ નહીં થાય.
જો કે હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રોજેકટનું કામ આગળ વધારવામાં આવશે.
નોંધનીય છે કે પીએમ મોદીએ 10 ડિસેમ્બરે દેશના નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો હતો.