ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
રાજ્ય સભાની ચૂંટણીને બે દિવસની વાર છે એ જ પહેલા સુપ્રીમ કોર્ટે ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.
હકીકતમાં વર્ષ 2017 માં પબુભા માણેક વિધાનસભાની ચૂંટણીમાં 6943 મતથી જીત્યા હતા. આજ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પબુભા ના ઉમેદવારી ફોર્મ માં ઘણી ભૂલો હોવાનું જણાવી ફોર્મ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે છેક એપ્રિલ 2019 માં હાઇકોર્ટે ચુકાદો આપતા, પબુભા માણેક નું ચૂંટણી પત્ર રદ કરવામાં આવ્યું હતું. જેને કારણે તેમનું ધારાસભ્ય પદ છીનવાઈ ગયું હતું..
હાઇકોર્ટના આ ફેસલા વિરુદ્ધ તેઓએ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે પણ નકારી કાઢી છે. આથી હવે પબુભા અયોગ્ય ઠરતા મતદાન કરી શકશે નહીં….