186
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારો જનો માટે રાહત સમાચાર આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે.
સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો છે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણને કોવિડ 19 ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે.
જોકે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ ઉપરાંત વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે.
આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.
You Might Be Interested In