કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 14000 કરોડ રૂપિયાનો ઘોટાળો બહાર આવ્યો છે.આ અંગે સીબીઆઇ એ વિસ્તૃત અહેવાલ બહાર પાડ્યો છે. સીબીઆઈએ આપેલા અહેવાલ મુજબ, ડીએચએફએલ કંપનીના માલિક કપિલ વાધવાન અને ધીરજ વાધવાને, લગભગ ૨.૬ લાખ જેટલા હાઉસિંગ લોન મેળવવા માટે બનાવટી ખાતા ખોલાવ્યા હતા. આ બનાવટી ખાતા મુંબઈ ખાતેની એક બ્રાંચમાં ખોલાવ્યા હતા. અને વર્ષ ૨૦૦૭ થી 2019 સુધી તેમણે લગભગ ૧૪ હજાર 46 કરોડ રૂપિયા લોન પેઠે લીધા. હાલમાં આ વાધવાન ભાઈઓ એકબીજા ફ્રોડ કેસના અંતર્ગત જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સીબીઆઈ આવાસ યોજનાની હજી વધારે વિસ્તૃત તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે હેઠળ તેમણે ચૂંટણી લડી હતી અને જાહેરાત કરી હતી કે ભારતમાં રહેતા તમામ લોકોને પાકું ઘર મળશે,અને લોકોએ તેમને વોટ રૂપિયા આશીર્વાદ પણ આપ્યા હતા.હવે તેમાં જ આ ઘોટાળો બહાર આવતા ચર્ચાનો વંટોળ ઉભો થયો છે.