ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુલાઈ 2020
કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઇને ભારત સરકારે 24 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ દરમિયાન લાખો ભારતીયો વિદેશમાં ફસાઈ ગયા હતા. જુલાઈમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની ધારણા હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં નવો આદેશ જારી કર્યો છે. જે અંતર્ગત ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. જોકે પહેલાં આ પ્રતિબંધ 15 જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ન તો કોઈ કોમર્શિયલ ફ્લાઇટ ભારત આવશે અને ન અહીંથી રવાના થશે. પરંતુ આ નિર્ણય કાર્ગો વિમાનો પર લાગુ થશે નહીં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, વંદે ભારત મિશન અંતર્ગત એર ઇન્ડિયા પોતાનાં વિમાનોનું સંચાલન કરી શકશે. નોંધનીય છે કે આ મિશન અંતર્ગત 3 લાખથી વધુ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
