News Continuous Bureau | Mumbai
Deen Dayal Sparsh Yojana 2024-25: દીન દયાલ સ્પર્શ (હોબી તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટેની શિષ્યવૃત્તિ) યોજના 2017-18થી શાળાના વિદ્યાર્થીઓમાં ફિલેટલીને ( Philately ) પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગની ( Post Department ) એક યોજના છે.
આ યોજના હેઠળ ફિલાટેલીમાં રસ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ( School Students ) આ વર્ષે 40 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ ( scholarship ) પ્રત્યેક વિદ્યાર્થી માટે વાર્ષિક રૂ.6000/- જેટલી થાય છે.
યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મ 18.09.2024ના રોજ અથવા તે પહેલાં રજિસ્ટર / સ્પીડ પોસ્ટ દ્વારા અથવા હાથથી સંબંધિત ટપાલ વિભાગની ( Postal Stamps ) પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિક્ષક / પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે પહોંચાડવાના રહેશે.
આ સમાચાર પણ વાંચો: Ahilya Bhawan: મહિલાઓ અને બાળકોના વિકાસ માટે આટલા કરોડનાં ખર્ચે માનખુર્દમાં બનશે ભારતનું પ્રથમ ‘અહિલ્યા ભવન.‘
યોજનાની વિગતો અને અન્ય નિયમો અને શરતો અહીં જોઈ શકાય છે
http://www.indiapost.gov.in/Philately/Pages/Content/Deen-Dayal-SPARSH-Yojana.aspx
વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરોઃ
-
ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ – 380001 (079 25504946)
-
પોસ્ટમાસ્ટર જનરલ, હેડ કવાર્ટર રીજન, અમદાવાદ – 380004. ( 079 22866806 )
-
પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા રીજન, વડોદરા – 390002. ( 0265 2750811 )
-
પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ રીજન, રાજકોટ – 360001. ( 0281 2231560 )
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.