News Continuous Bureau | Mumbai
Vande Bharat Express એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ગીત ગાવાને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. કેરળની પિનરાયી વિજયન સરકારે આ મામલે સખત વલણ અપનાવીને તપાસના આદેશો આપ્યા છે. જોકે, આ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ બાળકોના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ગીત કોઈ કેન્દ્રીય મંત્રી કે દક્ષિણ રેલવેના ઈશારે ગવાયું નહોતું, પરંતુ તે એક દેશભક્તિનું ગીત છે.
પ્રિન્સિપાલે ગીતનો કર્યો બચાવ, કહ્યું- બાળકોએ પોતે પસંદ કર્યું
સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલ એલામક્કરાના પ્રિન્સિપાલ એ જણાવ્યું કે આ ગીત દેશભક્તિનું હતું અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતે જ તેની પસંદગી કરી હતી. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે દક્ષિણ રેલવેના ‘X’ હેન્ડલ પરથી વીડિયો હટાવ્યા પછી સ્કૂલ પ્રશાસને વડાપ્રધાન કાર્યાલય અને રેલ મંત્રીને પત્ર લખ્યો હતો. પ્રિન્સિપાલે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવા સામે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે સ્કૂલ આ અંગે કાયદાકીય ઉપાયો વિચારશે.
બાળકો પર ‘સંઘી કિડ્સ’ કહીને સાયબર એટેક
પ્રિન્સિપાલ એ જણાવ્યું કે જે બાળકોએ ગીત ગાયું, તેમના પર સોશિયલ મીડિયા પર સાયબર એટેક થઈ રહ્યા છે અને તેમને ‘સંઘી કિડ્સ’ કહીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, વિપક્ષી દળ કોંગ્રેસે આ ઘટનાની સખત નિંદા કરી હતી અને સ્કૂલ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી કરી હતી, કારણ કે બાળકોનો ઉપયોગ “સાંપ્રદાયિક ઉદ્દેશ્ય” માટે કરવામાં આવ્યો હતો. જોકે, સ્કૂલ મેનેજમેન્ટે ગીતનો બચાવ કરતા કહ્યું કે આ ગીતનો સંદેશ “અનેકતામાં એકતા” નો છે અને તેમાં કંઈપણ સાંપ્રદાયિક નથી.
આ સમાચાર પણ વાંચો : Mohali Encounter: મોહાલીમાં ધણધણાટી,બંબીહા ગેંગના કુખ્યાત ગેંગસ્ટર અને પોલીસ વચ્ચે ‘આમને-સામને’ ધડાધડ ફાયરિંગ!
દક્ષિણ રેલવેએ ફરી પોસ્ટ કર્યો વીડિયો
વિવાદ વચ્ચે, દક્ષિણ રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિદ્યાર્થીઓ દ્વારા ગવાયેલા ગીતનો વીડિયો અને તેનો અંગ્રેજી અનુવાદ ફરીથી પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન દરમિયાન તેમના સ્કૂલ ગીતની શાનદાર રજૂઆત કરી.” આનાથી સ્પષ્ટ થાય છે કે રેલવે પણ આ ગીતને સમર્થન આપી રહી છે.