Site icon

હદ થઈ!! દિવ્યાંગ બાળકને ફ્લાઈટમાં ચઢતા રોકવામાં આવ્યો, કેન્દ્રીય પ્રધાને આપ્યો તપાસનો આદેશ… જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

તાજેતરમાં દિવ્યાંગ બાળકને(Crippled child) ફ્લાઈટમાં(Flight) તેના માતા-પિતા સાથે ચઢતા રોકવામાં આવ્યો હોવાનો શોકિંગ બનાવ બન્યો છે. આ બાબતે ભારે ઉહાપોહ થતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી(Union Minister of Civil Aviation) જ્યોતિરાદિત્ય સિંધિયાએ(Jyotiraditya Scindia) 9 મેના રોજ કહ્યું હતું કે તેઓ પોતે ઈન્ડિગો એરલાઈન્સની(Indigo airlines) ઘટનાની તપાસ કરશે.

રાંચી એરપોર્ટ(ranchi airport) પર 7 મેના રોજ એક વિકલાંગ બાળકને(handicapped child) તેના માતા-પિતા સાથે પ્લેનમાં બેસતા અટકાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ(union minister) કહ્યું કે આવા વર્તન માટે ઝીરો ટોલરન્સની નીતિ છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અહીં નોંધનીય છે કે રાંચી બિરસા મુંડા એરપોર્ટ પર 7 મેના રોજ રાંચી-હૈદરાબાદની ફ્લાઈટમાં ઈન્ડિગોના કર્મચારીઓએ(Indigo employee) એક વિકલાંગ બાળકને ફ્લાઈટમાં બેસતા અટકાવ્યો હતો. તેમના કહેવા મુજબ બાળક ફલાઈટમાં ચઢવાને લઈને તે નર્વસ હતો. આ પછી તેના માતા-પિતાએ પણ ફ્લાઈટમાં બેસવાની ના પાડી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : 3 વર્ષ બાદ ફરી ઉડશે જેટ એરવેઝનું વિમાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આપી દેવાઇ આ મંજૂરી; જાણો વિગતે 

આ અંગે કેન્દ્રીય મંત્રીને ઉલ્લેખીને ટ્વીટ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઈન(Airlines) સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. તેમણે સોમવારે ટ્વીટ કર્યું હતું કે આ પ્રકારનું વર્તન સહન કરવામાં આવશે નહીં. કોઈ પણ વ્યક્તિએ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું ન જોઈએ. હું અંગત રીતે આ મામલાની તપાસ કરી રહ્યો છું, ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાનના આદેશ આપ્યા બાદ DGCAમાં દોડધામ મચી ગઈ છે. એરલાઇન કંપની પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ પ્રકરણમાં, એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન કંપનીનું કહેવું છે કે બાકીના મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વિકલાંગ બાળકને તેના પરિવાર સાથે 7 મેના રોજ ફ્લાઇટમાં બેસવા દીધો  નહોતો. તે આક્રમક હતો અને સ્ટાફે તેના શાંત થવાની છેલ્લી ઘડી સુધી રાહ જોતો હતો પરંતુ કોઈ ફાયદો થયો નહોતો.
 

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version