ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
મહિલાઓ માટે સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરેલૂ હિંસા અધિનિયમ મુજબ દીકરાની વહુને પોતાના પતિના માતા પિતાના ઘરે (સાસુ સસરાના ઘરમાં) રહેવાનો અધિકાર છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયધીશોની બેઠકમાં તરુણ બત્રા કેસમાં બે ન્યાયધીશોએ આ નિર્ણયને આપ્યો છે.
આ પહેલા તરુણ બત્રા કેસમાં બે જજોની બેચનું કહેવું હતું કે કાનૂનમાં દીકરીઓને પોતાના પતિના માતા-પિતાના સ્વામિત્વ વાળી સંપત્તિમાં ભાગ ના મળી શકે. પરંતુ ગુરુવારે આ ત્રણ સદસ્યીય પીઠમાં આ કેસની સુનવણી કરતા તરુણ બત્રાના નિર્ણયને બદલીને જવાબ આપ્યો હતો. જેમાં તેમણે સાફ કર્યું હતું કે પતિની અલગ-અલગ સંપત્તિમાં જ નહીં પણ સાસુ સસરાના ઘરમાં પણ પુત્રવધુને રહેવાનો અધિકાર છે.
આ મામલે સુનવણીના અંતમાં ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે તેમણે આરોપી, સરકાર, પીડિતને સાંભળી લીધા છે. ઉલ્લેખનીય છે કે, પારિવારિક બાબતોમાં દેશની વડી અદાલતનો આ નિર્ણય ખુબ જ મહત્વનો અને ઐતિહાસિક માનવામાં આવશે. આ ચુકાદાથી લાખો મહિલાઓને પતિના માતા-પિતાની સહિયારી સંપત્તિમાં ભાગ મળશે.
