ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
આખા દેશમાં ઓક્સિજન સપ્લાય મામલે અસમાનતા સંદર્ભે સુનાવણી કરી રહેલા જસ્ટિસ ચંદ્રચુડ ને કોરોના થયો છે. ઉલ્લેખનીય છે કે તેમણે વેક્સિન નો પહેલો ડોઝ લઈ લીધો છે. તેમના સ્ટાફ માં મોજુદ રહેલા અમુક લોકો ને કોરોના થયો હતો. ત્યાર બાદ જસ્ટિસ ચંદ્રચુડ નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટના રીઝલ્ટ પોઝિટિવ રહ્યા. શક્ય છે કે હવે ઓક્સિજન સપ્લાય મામલાની સુનાવણી થોડા દિવસ માટે ટળી જાય.
અમદાવાદ એરપોર્ટ પર બહારગામથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે નિયમમાં કર્યા આ ફેરફાર
જસ્ટિસ ચંદ્રચુડ ની ઉંમર ૬૦થી ૬૫ વર્ષ વચ્ચેની છે. આથી તેમણે પોતાની વિશેષ કાળજી રાખવી પડશે.