Site icon

દેશમાં બાળકો માટે જલ્દી જ વેક્સિનેશન થશે, આ કંપની ૬ મહિનામાં લોન્ચ વેક્સિન કરશે. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ હાલમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના યોગ્ય લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. ભારતમાં વેક્સિનેશનની શરૂઆત ઘણા ચરણો હેઠળ શરૂ કરવામાં આવી હતી. વેક્સિનેશનના પ્રથમ ચરણની શરૂઆત ૧૬ જાન્યુઆરીએ થઈ હતી. જેની હેઠળ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લગાવવામાં આવી હતી. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ  દ્વારા કટોકટી ઉપયોગ અધિકૃતતા આપેલી વેક્સિનમાંથી માત્ર એક વેક્સિન એવી છે, જે ૧૨ વર્ષની ઉંમરથી વધુના બાળકો માટે મંજૂર કરવામાં આવી છે. આ વેક્સિન અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની ઢઅર્ઝ્રદૃ-ડ્ઢ વેક્સિન છે. અત્યાર સુધી આ વેક્સિનને દેશના વેક્સિનેશન અભિયાનમાં સામેલ કરવામાં આવી નથી. ડ્ઢઝ્રય્ૈંની નિષ્ણાંત પેનલે ૧૨-૧૮ વર્ષના લોકો માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના કોવેક્સિનની પણ ભલામણ કરી છે. જાે કે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ‘આખરી મંજૂરી આપવામાં આવે તે પહેલાં કંપની પાસેથી વધારાની માહિતી માંગવામાં આવી છે’.સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ના અદાર પૂનાવાલાએ મંગળવારે કહ્યું કે પૂણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની આગામી ૬ મહિનામાં બાળકો માટે કોરોના વાઈરસ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. પૂનાવાલાએ રેખાકિત કર્યું કે વેક્સિન જે બાળકો માટે તૈયાર કરવામાં આવશે, તે અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સની કોવિડ ૧૯ વેક્સિન છે. તેમણે કહ્યું કે કોવોવેક્સ નામથી તેમની કંપની દ્વારા સ્થાનિક સ્તરે તેને તૈયાર અને ઉત્પાદન કરવામાં આવશે. અમે બાળકોમાં ગંભીર બિમારી જાેઈ નથી. હાલમાં બાળકોને લઈ ગભરાવવાની વાત નથી. અમે ૬ મહિનામાં તેમના માટે એક વેક્સિન લોન્ચ કરીશું. આશા છે કે આ વેક્સિન ૩ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પણ હોય. પૂનાવાલા દિલ્હીમાં એક ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમને કહ્યું કે અમારી કોવોવેક્સ રસીની ટ્રાયલ ચાલી રહી છે. રસીએ ત્રણ વર્ષની વય જૂથ સુધી તમામ બાબતોમાં ઉત્તમ ડેટા દર્શાવ્યો છે. આવનારા ૬ મહિનામાં વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશોમાં બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટના ઝ્રઈર્ંએ પણ બાળકોને વેક્સિન લગાવવાની વકાલત કરી. તેમને કહ્યું મને લાગે છે કે તમારે તમારા બાળકોને વેક્સિન લગાવવી જાેઈએ. તેમાં કંઈ ખોટુ નથી. આ વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી સાબિત થઈ છે. બસ સરકારની જાહેરાતની રાહ જાેઈ રહ્યા છે અને પછી તમે આ દિશામાં આગળ વધી શકો છો.

પંજાબ-ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વાગશે ચૂંટણીનું બ્યુગલ,ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી; આ મહિના સુધીમાં થઇ શકે છે જાહેરાત 

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version