ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર
દક્ષિણ બાંગ્લાદેશમાં શુક્રવારે કોક્સ બજાર જિલ્લા સ્થિત રોહિંગ્યા કેમ્પમાં ફાયરિંગ થયું છે.
આ ફાયરિંગમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં સ્થિત મદરેસામાં થયો છે. અજાણ્યા હુમલાખોરોએ અહીં ગોળીબાર કર્યો છે.
સુરક્ષા દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉખિયામાં કેમ્પ નંબર 18 ના બ્લોક H-52 માં મદરેસા પર અજાણ્યા શખ્સોએ લગભગ 4 વાગ્યે હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી મોટું રોહિંગ્યા શરણાર્થી કેમ્પ બાંગ્લાદેશના કોક્સ બજારમાં આવેલું છે. અહીં લગભગ 10 લાખ રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે.
NCPના આ નેતાએ NCBના અધિકારી સમીર વાનખેડેને આપી આ ધમકીઃ જાણો વિગત.
