News Continuous Bureau | Mumbai
Shashi Tharoor Bharat Summit Row કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર (Shashi Tharoor) એ શુક્રવાર, 13 નવેમ્બર, 2026 ના રોજ હૈદરાબાદ (Hyderabad) માં આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ભારત સમિટ’ (Bharat Summit) ને લઈને કેન્દ્ર સરકાર પર અત્યંત ગંભીર આક્ષેપ લગાવ્યા છે. થરૂરે દાવો કર્યો છે કે આ સમિટમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રાલય (Ministry of External Affairs MEA) દ્વારા મંજૂરી અપાયેલા 315 વિદેશી વક્તાઓમાંથી 115 વક્તાઓને ભારતમાં પ્રવેશ નકારી (Denied Entry) દેવામાં આવ્યો છે અથવા તેમના વિઝા (Visas) રદ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs MHA) ના નિર્દેશો પર થઈ હોવાનો આક્ષેપ કરતા શશી થરૂરે સરકારની લોકશાહી પ્રતિબદ્ધતા પર તીખા સવાલો ઉઠાવ્યા છે.
Shashi Tharoor Bharat Summit Row – 115 વિદેશી વક્તાઓના વિઝા રદ થવા અંગે શશી થરૂરે શું આકરી પ્રતિક્રિયા આપી છે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા શશી થરૂરે (Shashi Tharoor) આ ઘટનાને ‘ભારત સમિટ’ ની કાર્યવાહીનું નિરાશાજનક પ્રકરણ ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “જ્યારે હું હૈદરાબાદ પહોંચ્યો ત્યારે મને જાણવા મળ્યું કે વિદેશ મંત્રાલયે જે 315 વક્તાઓને ક્લિયરન્સ (Clearance) આપ્યું હતું, તેમાંથી 115 વક્તાઓને ગૃહ મંત્રાલયના આદેશથી ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે અથવા તેમના વિઝા રદ કરાયા છે.” થરૂરે સવાલ ઉઠાવ્યો હતો કે સરકારે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આટલું આકરું પગલું ભર્યું છે તે સંપૂર્ણપણે અસ્પષ્ટ છે, અને હવે કોન્ફરન્સ આવતીકાલે પૂર્ણ થતી હોવાથી આ નિર્ણયને ઉલટાવવો અશક્ય છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “કેટલી શરમજનક વાત છે કે એક ગૌરવશાળી લોકશાહી (Proud Democracy) આટલી અસુરક્ષિત બની ગઈ છે કે તેને ટીકાકાર અવાજોને દબાવવાની ફરજ પડી રહી છે!”
Shashi Tharoor Bharat Summit Row – નોર્વેના પત્રકાર હેલે લિંગ અને અન્ય પ્રતિનિધિઓ સાથે શું બન્યું હતું?
આ વિવાદ ત્યારે વધુ ગરમાયો જ્યારે નોર્વેની જાણીતી પત્રકાર હેલે લિંગ (Helle Lyng) એ ખુલાસો કર્યો કે ભારત પ્રવાસે આવવાના થોડા સમય પહેલા જ તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા. હેલે લિંગને સમિટમાં મીડિયા, પ્રેસની સ્વતંત્રતા (Press Freedom) અને લોકશાહી વિષય પર બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે માન્ય વિઝા અને રાજકીય મંજૂરી (Political Clearance) બંને હોવા છતાં ગૃહ મંત્રાલય દ્વારા તેમની મુસાફરી અટકાવી દેવામાં આવી. હેલે લિંગે આશંકા વ્યક્ત કરી હતી કે મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ઓસ્લો (નોર્વે) મુલાકાત દરમિયાન પ્રેસ બ્રીફિંગમાં તેમણે પૂછેલા સવાલોના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોઈ શકે છે.
Shashi Tharoor Bharat Summit Row – હૈદરાબાદમાં આયોજિત ‘ભારત સમિટ 2026’ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને વિપક્ષી નેતાઓએ કેવો વિરોધ કર્યો?
તેલંગાણાની કોંગ્રેસ સરકાર અને પક્ષ દ્વારા હૈદરાબાદમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય સમિટમાં 70 થી વધુ દેશોના અંદાજે 1,000 જેટલા પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ અને નેતાઓ લોકશાહી, સામાજિક-આર્થિક ન્યાય, ક્લાઇમેટ ચેન્જ (Climate Change), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વૈશ્વિક સહયોગ જેવા વિષયો પર ચર્ચા કરી રહ્યા છે. આ સમિટમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ થઈ રહ્યા છે. બીજી તરફ, વિદેશી વક્તાઓ અને પત્રકારોના વિઝા રદ થવા બદલ સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra), સાગરિકા ઘોષ (Sagarika Ghose) અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા (Editors Guild of India) એ પણ કેન્દ્ર સરકારના આ વલણની આકરી ટીકા કરીને સત્તાવાર ખુલાસો માંગ્યો છે.