Shashi Tharoor Maunvrat :લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર મહાચર્ચા: થરૂરના ‘મૌન વ્રત’થી કોંગ્રેસમાં ગરમાવો: શું ભાજપમાં જોડાવાની અટકળો સાચી પડશે?

Shashi Tharoor Maunvrat : સંસદમાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચાથી શશિ થરૂરની ગેરહાજરીએ રાજકીય ગલિયારામાં નવી ચર્ચાઓ જગાવી.

by kalpana Verat
Shashi Tharoor Maunvrat ‘Rebel’ Shashi Tharoor’s ‘Maunvrat’ Drowns Congress Din On Operation Sindoor

News Continuous Bureau | Mumbai 

Shashi Tharoor Maunvrat : લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પરની ચર્ચામાં કોંગ્રેસના વક્તાઓની યાદીમાંથી શશિ થરૂરનું નામ ગાયબ થતા રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. તેમના ‘મૌન વ્રત’ અને કોંગ્રેસ નેતૃત્વ સાથેના કથિત તણાવને કારણે ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે.

 Shashi Tharoor Maunvrat :શશિ થરૂરનું ‘મૌન વ્રત’ અને કોંગ્રેસમાં વધતો તણાવ.

આજે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પરની મહત્ત્વપૂર્ણ ચર્ચા દરમિયાન કોંગ્રેસના વક્તાઓની યાદીમાંથી શશિ થરૂરનું નામ ગાયબ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર ‘મૌન વ્રત… મૌન વ્રત…’ કહીને વાત ટાળી દીધી, જેના કારણે તેમના અને પાર્ટી વચ્ચેના સંબંધોને લઈને નવી અટકળો તેજ બની છે.

  Shashi Tharoor Maunvrat :શું થરૂર ભાજપમાં જોડાશે? રાજકીય અટકળો તેજ.

શશિ થરૂરને લઈને રાજકીય અટકળો ત્યારે શરૂ થઈ હતી જ્યારે તેઓ ‘ઓપરેશન સિંદૂર’ પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિદેશ યાત્રા પર ગયા હતા. એ સમયે એવી ખબરો આવી હતી કે કોંગ્રેસ નેતૃત્વ તેમના આ પગલાથી નારાજ છે. કોંગ્રેસે તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકારે શશિ થરૂર અને સલમાન ખુર્શીદને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા માટે તેમના સૂચવેલા નામોને અવગણ્યા હતા.

સ્વદેશ પરત ફર્યા પછી પણ થરૂર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો સામાન્ય થયા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ થરૂરનું નામ લીધા વિના કહ્યું હતું કે, “કેટલાક લોકો માટે મોદી પહેલા છે અને દેશ પછી.” આ નિવેદન થરૂરના સરકાર પ્રત્યેના કથિત ઝુકાવ તરફ ઈશારો કરતું હતું.

આ સમાચાર પણ વાંચો : Shashi Tharoor Emergency: શશિ થરૂરના કોંગ્રેસને રામ રામ? ઇમરજન્સી પર શશી થરૂરે કોંગ્રેસને ઘેર્યુ; કહ્યું આજનું ભારત 1975નું ભારત..

હવે જ્યારે થરૂરનું નામ લોકસભાની ચર્ચામાં વક્તા તરીકે નથી, ત્યારે રાજકીય ગલિયારામાં ફરી એવી અટકળો તેજ બની છે કે તેઓ મોડા-વહેલા ભાજપમાં જોડાઈ શકે છે. ખાસ કરીને કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આ નિર્ણય લઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે, આ અંગે ન તો ભાજપે કે ન તો શશિ થરૂરે કોઈ સ્પષ્ટતા કરી છે. જો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમને બોલવાની તક આપે અને તેઓ ફરી સરકારનો પક્ષ લે, તો તે કોંગ્રેસ નેતૃત્વની નારાજગીમાં વધુ વધારો કરી શકે છે.

 

 

Join Our WhatsApp Community

You may also like