News Continuous Bureau | Mumbai
Mahindra Thar નવી મહિન્દ્રા થાર ખરીદવાની ખુશી 29 વર્ષીય માની પવાર માટે અવર્ણનીય હતી. ગાડીને રસ્તા પર લઈ જતા પહેલાં, તેણે શોરૂમની અંદર એક વિધિ કરવાનું નક્કી કર્યું. આ વિધિમાં કારના પૈડા નીચે લીંબુ કચડવાનું હતું. પરંતુ પવારે ભૂલથી એક્સિલરેટર દબાવી દીધું, જેના કારણે ગાડી શોરૂમના પહેલા માળેથી નીચે ઉડીને રોડ પર પડી. આ ઘટના દિલ્હીમાં સોમવારે સાંજે બની હતી.
શું બન્યું?
સોમવારે સાંજે, માની પવાર દિલ્હીના નિર્માણ વિહારમાં આવેલી મહિન્દ્રાના શોરૂમમાં 27 લાખ રૂપિયાની નવી થાર લેવા પહોંચી. પવારે ગાડીને બહાર કાઢતા પહેલાં પૂજા અને એક નાની વિધિ કરવાનું નક્કી કર્યું. થારના વ્હીલ સામે એક લીંબુ મૂકવામાં આવ્યું હતું. પવારને ગાડી ધીમે ધીમે ચલાવીને લીંબુને પૈડા નીચે કચડવાનું હતું, પરંતુ ભૂલથી તેણે એક્સિલરેટર જોર થી દબાવી દીધું.
અકસ્માત અને બચાવ કાર્ય
ગાડી માં માની પવાર અને શોરૂમના એક કર્મચારી વિકાસ અંદર બેઠા હતા, તે ગાડીએ કાચ તોડ્યા, શોરૂમમાંથી બહાર ઉડી અને ફૂટપાથ પર ધડામ કરતી પડી. અકસ્માત પછીના વીડિયોમાં શોરૂમની નીચે રોડ પર ઉંધી પડેલી ગાડી જોવા મળે છે. ગનીમત રહી કે એરબેગ્સ તરત જ ખૂલી ગઈ અને બંને લોકોને નજીકની મલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ બંનેને રજા આપી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mohit Kamboj: ભાજપના નેતાઓને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, મોહિત કંબોજે છોડ્યું રાજકારણ, આટલા મહિનાથી ચાલી રહી હતી તૈયારી
પોલીસ તપાસ અને તારણ
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ) અભિષેક ધનિયાએ જણાવ્યું કે, “સોમવારે સાંજે 6.08 વાગ્યે, ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં રહેતી માની પવારનો મેડિકો-લીગલ કેસ (MLC) નિર્માણ વિહારની મલિક હોસ્પિટલમાંથી મળ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે માની અને તેના પતિ પ્રદીપે નિર્માણ વિહારમાં આવેલા મહિન્દ્રાના શોરૂમમાંથી થાર રોક્સ કાર ખરીદી હતી.” અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ તરફથી કોઈ ફરિયાદ મળી નથી.