News Continuous Bureau | Mumbai
Shocking incident: દેશમાં ઇન્ટરનેટ પર રીલ ( Reel ) બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. આજના સમયમાં યુવાનોમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ ( Instagram Reels ) નો ક્રેઝ છે અને લોકોમાં રીલ બનાવવાની સતત હરીફાઈ ચાલી રહી છે. આજના સમયમાં યુવાનો વિચાર્યા વગર રસ્તા પર ગમે ત્યાં રીલ બનાવવાનું શરૂ કરી દે છે અને આના કારણે લોકોને મુશ્કેલી તો પડે જ છે પરંતુ કેટલીક વખત રીલ બનાવનારને તેની કિંમત પણ ચૂકવવી પડે છે.
હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં રીલના કારણે 14 વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. બારાબંકી ( Barabanki ) નો રહેવાસી ફરમાન તેના બે મિત્રો સાથે રેલવે ટ્રેક ( Railway tracks ) પાસે રીલ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઝડપી ચાલતી મેલ એક્સપ્રેસે ( Mail Express ) ટક્કર મારી હતી અને એ કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.
tw // disturbing
Barabanki: A teenager Farmaan (14) who was purportedly making a video for Instagram reels along the railway tracks was kiIIed when he was struck by a running train. pic.twitter.com/Ysxl895ABD
— زماں (@Delhiite_) September 30, 2023
શું છે સમગ્ર ઘટના…
મળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ ( Jahangirabad ) પોલીસ સ્ટેશનના ટેરા દૌલતપુરનો ( Daulatpur ) રહેવાસી ફરમાન ગુરુવારે સવારે તેના મિત્રો સાથે શહાબપુર જઈ રહ્યો હતો. આ દરમિયાન ફરમાન સહિત તેના તમામ મિત્રો મોજ-મસ્તી કરતા દામોદરપુર ગામ પાસેના રેલ્વે ક્રોસિંગ પર પહોંચ્યા, જ્યાં ફરમાન રીલ બનાવવા લાગ્યો. આ દરમિયાન પાછળથી આવતી એક હાઇસ્પીડ ટ્રેને તેને ટક્કર મારી હતી. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Gujarat Visit: ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે.. આ કાર્યોનું કર્યું લોકાર્પણ.. જાણો શું કહ્યું અમિત શાહે.. વાંચો વિગતે અહીં..
વાત એમ છે કે જહાંગીરાબાદનો રહેવાસી ફરમાન તેના 3 મિત્રો સાથે જુલૂસ જોવા જઈ રહ્યો હતો. જો કે, અધવચ્ચે તેણે કહ્યું કે તે રેલ્વે ક્રોસિંગ પાસે રોકાઈને ટ્રેક પર રીલ બનાવવા માંગે છે. તેના મિત્રોએ પણ તેની વાત સ્વીકારી અને કઈ પણ વિચાર્યા વગર ફરમાન સીધો રેલ્વે ટ્રેક પાસે જઈને ઉભો રહ્યો. રીલ બનાવવાના ઉત્સાહના ચક્કરમાં પાછળથી આવતી ટ્રેન તે જોઈ શક્યો નહીં અને અંતે ટ્રેને તેને જોરથી ટક્કર મારી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે.
અકસ્માત બાદ રેલવે પોલીસે ફરમાનના મિત્રો અને પરિવારજનોના નંબર લીધા અને તેને જાણ કરી. જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરમાનણા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ બાદ ફરમાનનો મૃતદેહ તેના પરિવારને દફનાવવા માટે આપવામાં આવ્યો હતો.