દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઘટતા લોકો હિલ સ્ટેશનો અને બીજા ટુરિસ્ટ પ્લેસ પર ગીરદી જમાવી રહ્યા છે.
દેશના અનેક પર્યટન સ્થળોએ લોકોની ભીડ ઉમટતા પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે.
કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ પ્રકારની ભૂલો કોરોના સામેની લડાઈને નબળી પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વિલંબના કારણે ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં ગરમી પડી રહી છે. બીજી તરફ કોરોનાના નિયંત્રણમાં મુકાયેલી ઢીલના પગલે લોકોએ હિલ સ્ટેશનો તરફ ધસારો કર્યો છે.
