Site icon

Shree Jagannath Temple: નવા વર્ષેથી જગન્નાથ મંદિરમાં લાગુ થયો ડ્રેસ કોડ.. જાણો હવે ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવા માટે શું પહેરવુ પડશે..

Shree Jagannath Temple: મંદિર પ્રશાસને મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છતા ભક્તો માટે ડ્રેસ કોડ ફરજિયાત કર્યો છે. તેમ જ નવા આદેશો અનુસાર 12મી સદીના આ મંદિરના પરિસરમાં ગુટખા અને પાનનું સેવન અને પ્લાસ્ટિક અને પોલીથીનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Shree Jagannath Temple Dress code implemented in Jagannath temple from new year.. Know now what devotees have to wear to enter the temple

Shree Jagannath Temple Dress code implemented in Jagannath temple from new year.. Know now what devotees have to wear to enter the temple

News Continuous Bureau | Mumbai 

Shree Jagannath Temple: નવા વર્ષની શરૂઆત સાથે જ શ્રી જગન્નાથ મંદિરના દ્વાર ખુલી ગયા છે. પ્રથમ દિવસે ભગવાન જગન્નાથના ( Lord Jagannath )  દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પ્રશાસને ( temple administration ) સોમવારથી પ્રવેશ કરવા ઈચ્છતા ભક્તો ( Devotees ) માટે ડ્રેસ કોડ ( Dress code ) પણ ફરજિયાત બનાવ્યો છે. નવા આદેશો અનુસાર 12મી સદીના આ મંદિરના પરિસરમાં ગુટખા અને પાનનું સેવન અને પ્લાસ્ટિક અને પોલીથીનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટ અનુસાર, શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન ( SJTA ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ યોગ્ય કપડાં પહેરવા પડશે. જેમાં હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાટેલી જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને મંદિરમાં આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

નિયમોના અમલીકરણ સાથે, 2024 ના પ્રથમ દિવસે, ભગવાનની પૂજા કરવા મંદિરમાં આવતા પુરૂષ ભક્તો ધોતી અને ટુવાલ પહેરેલ જોવા મળ્યા હતા અને મહિલાઓ સાડી અથવા સલવાર કમીઝ પહેરેલી જોવા મળી હતી. પ્રથમ દિવસે જ ભગવાનના દર્શન કરવા ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી.

નવવર્ષના ( new year ) પ્રથમ દિવસે બપોર સુધીમાં 1,80,000 થી વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા…

શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ અગાઉ ડ્રેસ કોડને લગતો આદેશ જારી કર્યો હતો અને પોલીસને પણ પ્રતિબંધ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું હતું કે મંદિર પરિસરમાં ગુટખા અને પાન પર પ્રતિબંધ તેની પવિત્રતા જાળવવા માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Shri Ram Mandir : કર્ણાટક સરકારે રાજકીય ત્રાગુ શરૂ કર્યું, ત્રણ દશક જુના કેસમાં કારસેવકને ફિક્સ કરી દીધો. હવે થશે રાજકીય ધમાલ.

નવા વર્ષના દિવસે, લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે સમુદ્ર કિનારે આવેલા તીર્થધામ પુરીમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વખતે પણ પોલીસ પ્રશાસન અને મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુરક્ષાને લઈને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.

પુરી પોલીસ સમર્થ વર્માએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “(સોમવારે) બપોરે 12 વાગ્યા સુધી, 1,80,000 થી વધુ ભક્તોએ ભગવાન શ્રી જગન્નાથ ધામની મુલાકાત લીધી હતી. દર્શનાર્થે આવેલા ભક્તોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. પોલીસ પ્રશાસન પણ વિકલાંગ ભક્તોના દર્શન માટે વિશેષ સુવિધા સુનિશ્ચિત કરી હતી.

સેન્ટ્રલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આશિષ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, “ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રથમ દિવસે મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા બમણી નોંધાઈ હતી. મંદિરમાં દર્શનની સુવિધા સવારે 1.40 કલાકે શરૂ કરવામાં આવી હતી જે સતત ચાલુ જ રહી હતી. ભગવાનને લગતી ધાર્મિક વિધિઓનું આયોજન કરવા માટે થોડા સમય માટે દર્શન બંધ કરવામાં આવ્યા હતા.

Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Exit mobile version