News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) નેતાઓના નામે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે(Former Home Minister Shivraj Patil) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને લઈને હોબાળો મચી ગયો છે.
#WATCH It's said there's a lot of discussion on Jihad in Islam Even after all efforts if someone doesn't understand clean idea, power can be used, it's mentioned in Quran & Gita Shri Krishna taught lessons of Jihad to Arjun in a part of Gita in Mahabharat S Patil ex-HM pic.twitter.com/iUvncFEoYB
— ANI (@ANI) October 20, 2022
મીડિયામાં પ્રસારિત અહેવાલો અનુસાર, એક પુસ્તકના વિમોચન મા સામેલ થયેલા શિવરાજ પાટીલે કહ્યું કે, જેહાદ(Jihad)નો ઉલ્લેખ માત્ર કુરાન(Quran) માં જ નથી. તમામ પ્રયાસો પછી પણ જો કોઈ સ્વચ્છ વિચાર ન સમજે તો શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. ગીતા(Bhagwad Gita)માં પણ તેનો ઉલ્લેખ છે. મહાભારત(Mahabharat)માં શ્રી કૃષ્ણજી(Lord Krishna) એ પણ અર્જુન(Arjun) ને આ જ પાઠ ભણાવ્યો હતો. હવે તમે તેને શું કહેશો?
આ સમાચાર પણ વાંચો: ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો
પાટીલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસિના કિદવઈ(Former Union Minister Mohsina Kidwai)ની બાયોગ્રાફીના વિમોચન પર બોલી રહ્યા હતા. અહીં પાર્ટી સાંસદ શશિ થરુર, સુશીલ કુમાર શિંદે અને મણિશંકર અય્યર પણ જોડાયા હતા. નેશનલ કોન્ફ્રન્સના પ્રમુખ ફારુક અબ્દુલા પણ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે આગળ કહ્યું કે, ઈસાઈ ધર્મના પુસ્તકોમાં પણ આવો મેસેજ આપવામાં આવ્યો છે.