ભારત સરકારનો મોટો નિર્ણય: શીખ યાત્રીઓ હવે મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં લઈ જઈ શકશે કિરપાણ; આ દિશાનિર્દેશોનું કરવું પડશે પાલન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શીખ મુસાફરોને વિમાન યાત્રા પર મોટી રાહત આપી છે અને હવે તેઓ મુસાફરી દરમિયાન કિરપાણ સાથે પ્રવાસ કરી શકશે.

આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી ખાસ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 

મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશમાં કિરપાણની બ્લેડની લંબાઈ 15.24 સેંટીમીટરથી વધારે હોવી જોઈએ નહીં. 

સાથે જ કિરપાણની કુલ લંબાઈ 22.86 સેન્ટીમીટરથી વધારે પણ ન હોવી જોઈએ. 

જોકે શીખ મુસાફરોને આ મંજૂરી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટમાં મળશે.

આ સમાચાર પણ વાંચો લદ્દાખ સરહદ વિવાદ વચ્ચે ચીનમાં આ અધિકારી બન્યા ભારતના નવા રાજદૂત.. આજથી સંભાળ્યો ચાર્જ; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment