News Continuous Bureau | Mumbai
Sikkim Flash Floods: ઉત્તર સિક્કિમમાં ( North Sikkim ) લોનાક તળાવ ( Lonak Lake ) પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ( Search operation ) ચાલુ છે. આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય ( military ) મથકોને અસર થઈ છે. જ્યારે વાદળ ફાટ્યા ( cloud burst ) બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગ ( Cm Prem Singh Tamang ) સિંગતમ ( Singtam ) પહોંચ્યા અને અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
Cloudburst causes flood-like situation in Singtam, 23 soldiers missing
Prayers for our soldiers. Lets hope they are fine🙏🏻#Sikkim #Sikkimflood #cloudburst #earthquake
— Secular Chad (@SachabhartiyaRW) October 4, 2023
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચુંગથાંગ ડેમમાંથી ( Chungthang Dam ) પાણી છોડવાને કારણે હેઠવાસમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટ વધી ગયું હતું. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને તણાઈ ગયા હતા, જેમાં 23 સૈનિકો ગુમ હોવાના અહેવાલ છે અને 41 વાહનો કાદવમાં ડૂબી ગયા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.
પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી…
ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ કહ્યું, ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું હતું. 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. સેનાના 23 જવાનો ગુમ થયાના અને 41 વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.
23 army personnel have been reported missing due to a flash flood that occurred in Teesta River in Lachen Valley after a sudden cloud burst over Lhonak Lake in North Sikkim: Defence PRO, Guwahati https://t.co/zDabUMrCaI pic.twitter.com/uWVO1nsT2T
— ANI (@ANI) October 4, 2023
આ સમાચાર પણ વાંચો : Gold Price Forecast: સારા સમાચાર! સોનું અને ચાંદી ખરીદવાની સુવર્ણ તક, સોનું 7 મહિનાની નીચી સપાટીએ, મોટો ઘટાડો નોંધાયો, જાણો શું છે કારણ?. વાંચો વિગતે અહીં..
બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભુટિયાએ જણાવ્યું હતું કે, સરકારી તંત્રને સ્થાને મૂકીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ જાન-માલનું નુકસાન થયું નથી પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ છે. એવી માહિતી છે કે તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.
Bad news coming in from #Sikkim, #NorthBengal. Roads, entire bridges washed away in flash floods. Video 👇 pic.twitter.com/kAraEbqvZf
— Ananya Bhattacharya (@ananya116) October 4, 2023