ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2021
રવિવાર
સામાન્ય રીતે કોઈ રાજકારણીના સગા- સંબંધીઓ કે મિત્રો તે રાજકારણી વ્યક્તિ સાથે સંબંધ કે ઓળખાણ હોવાના બહાને પોતાને વીઆઇપી ગણાવી ઘણા લાભ ઉઠાવી લે છે. એવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પશ્ચિમ બંગાળના બે વખતના મુખ્યમંત્રી રહેલા વામપંથી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પત્નીના બહેન ગત બે વર્ષથી ફુટપાથ પર રહે છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્યના આ ૭૨ વર્ષના સાળી ઇરા બસુ સુશિક્ષિત મહિલા છે. જેમણે વાયરોલોજીમાં પીએચડી કરી છે અને બંગાળની એક ગર્લ્સ હાઈસ્કૂલમાં લાઇફ સાયન્સ વિષયના શિક્ષિકા પણ રહી ચૂક્યા છે. છતાં તેમની આવી હાલત થઈ ગઇ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના પરિવાર સાથે સંબંધ હોવા છતાં તેઓ રસ્તે રસ્તે ભટકી રહ્યા છે.
નિર્ભયા જેવા બળાત્કાર અને મોતના કેસથી હચમચી ગયું મહારાષ્ટ્ર, સીએમ ઠાકરેએ આપ્યો આ આદેશ ; જાણો વિગતે
સ્થાનિક લોકો તેમને બીમાર કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ઈરા ફૂટપાથ પર રહેવા છતાં ક્યારેય કોઈની પાસે ભીખ માગતા નથી. ચા પણ પોતાના રૂપિયાથી પીએ છે. એટલું જ નહીં પોતાના ખર્ચે દુકાનદારોને બિરયાની પણ ખવડાવે છે. એક હોટલમાંથી તેઓ રોજ દાળ, ભાત અને શાક ખરીદીને લાવે છે. કોઈ તેમને ખાવાનું આપે તો નકારી દે છે. ઈરા પોતાના બેંક એકાઉન્ટમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે રૂપિયા વાપરે છે.
ઈરાએ બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પરિવાર સાથેના પોતાના સંબંધો ઉપર જણાવ્યું હતું કે, મને તેમની સાથેના સંબંધનો કોઈ ફાયદો થયો નથી. હું વીઆઇપી સાથે બેસવા માગતી નથી. વર્ષ ૨૦૦૯માં શાળામાંથી નિવૃત્ત થયા બાદ પીએફના રૂપિયા મળ્યા હતા, પરંતુ આવશ્યક દસ્તાવેજો જમા ન કરવાને કારણે હજી સુધી તેમનું પેન્શન અટકેલું છે.
તહેવાર સમયે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ વેપારીઓને આપી મોટી ભેટ આયાત સંદર્ભે લીધો નિર્ણય; જાણો વિગત