News Continuous Bureau | Mumbai
યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે સોમવારે PM નરેન્દ્ર મોદીએ (Narendra Modi) US રાષ્ટ્રપતિ જો બાઈડેન Joe Biden)સાથે વર્ચ્યુઅલ મંત્રણા કરી હતી.
બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું કે, વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી બે લોકશાહી તરીકે અમે સ્વાભાવિક ભાગીદાર છીએ.
તેમણે કહ્યું કે, અમારી વચ્ચે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનની (Ukraine)સ્થિતિ ખૂબ જ પરેશાન કરે એવી અને ચિંતાજનક છે.
આ સાથે બેઠકમાં અમેરિકાના (US President) રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, હું ભયાનક હુમલાઓનો ભોગ બનેલા યુક્રેનના લોકો માટે ભારતે આપેલા માનવતાવાદી સમર્થનનું સ્વાગત કરું છું. અમે મજબૂત અને પ્રગતિશીલ સંરક્ષણ ભાગીદારીને મહત્વ આપીએ છીએ.
આ સમાચાર પણ વાંચો : મેક ઈન ઈન્ડિયા ઝીંદાબાદ, પહેલીવાર ભારતમાં મેડ ઈન ઈન્ડિયા વિમાન ઉડ્યું. મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતાઓ રહ્યાં હાજર. ભારત માટે ગર્વની વાત…