વેક્સિનેટેડ લોકોને પણ ઝપેટમાં લઇ રહ્યું છે AY.4 કોરોના વેરિયન્ટ, આ રાજયમાં સામે આવ્યા 6 કેસ; મોદી સરકાર એલર્ટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

મંગળવાર

ભારતમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ હવે નવા રૂપ સાથે આવી ગયો છે. 

આ ડેલ્ટા વેરિયન્ટ ભારત જ નહીં દુનિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી છે 

મધ્ય પ્રદેશમાં છ કોરોના વાયરસનાં દર્દીઓમાં આ નવો વેરિયન્ટ મળતા ખળભળાટ મચ્યો છે. 

ચોંકાવનારી બાબત છે કે જેટલા લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે તે બધાએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા હતા. 

દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ એક્શનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ પર ઈન્વેસ્ટીગેશન કરવામાં આવી રહ્યું છે. ICMR અને NCDC ની ટીમ તેની રિસર્ચ કરી રહી છે.

ભારતના આ પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું – નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની અહમ ભૂમિકા.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More