ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 27 એપ્રિલ 2021.
મંગળવાર.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમિતની સંખ્યાને સંદર્ભે એક સૂચિ બહાર પાડી છે. જેના અનુસાર દેશના 10 રાજ્યોમાં કોરોના પરિસ્થિતિ અતિ ગંભીર છે.
કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ વધી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા એક દિવસમાં 3,23,144 આવવાને પગલે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1,76,36,307 જેટલી થઇ ગઇ છે. સંપૂર્ણ દેશમાંથી કોરોના સંક્રમિતના જેટલા કેસ આવે છે. એમાંથી સૌથી વધારે 69.1 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત બીજા દસ રાજ્યોના છે. એમાં કર્ણાટક, કેરળ,છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન પણ સામેલ છે. દેશમાં અત્યાર સુધીમાં 28 કરોડથી અધિક લોકોનું કોરોના પરીક્ષણ થઈ ચૂક્યું છે.
વધુ એક સિને સ્ટાર આવ્યો કોરોના ના સપાટામાં, ઓક્સીજન સપોર્ટ પર ઇલાજ ચાલી રહ્યોં છે. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 48,700 કેસ જ્યારે ઉત્તરપ્રદેશમાં 33,551 અને કર્ણાટકમાં 29,744 નવા કેસ નોંધાયા છે. તે સાથે ભારતમાં 24 કલાકમાં 2,51,827 દર્દીઓ કોરોનાથી સાજા થઈ જતા કુલ સાજા થયેલા કોરોના દર્દીઓની સંખ્યા 1,45,56,209 થઈ ગઈ છે. જ્યારે આ 10 રાજ્યોમાં 79.70 ટકા લોકો કોરોના સારવાર દરમિયાન સાજા થઈ ગયા છે. ભારતમાં અત્યાર સુધી 14.5 કરોડથી વધારે લોકો કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે.