News Continuous Bureau | Mumbai
- 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત કરવામાં આવશે
શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં ઓછામાં ઓછા 100 GW પરમાણુ ઊર્જાનો વિકાસ આપણા ઊર્જા સંક્રમણ પ્રયાસો માટે જરૂરી છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય ભાગીદારી માટે પરમાણુ ઊર્જા કાયદા અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી કાયદામાં સુધારા હાથ ધરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Union Budget 2025: આગામી પાંચ વર્ષમાં ‘સબકા વિકાસ’ સાકાર કરવાની યોજના શરુ કરી, આર્થિક વૃદ્ધિ માટે આ ચાર શક્તિશાળી એન્જિન રજુ કર્યાં
SMR: બજેટમાં એવો પણ પ્રસ્તાવ છે કે રાજ્યોને વીજળી વિતરણ સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આનાથી વીજળી કંપનીઓની નાણાકીય સ્થિતિ અને ક્ષમતામાં સુધારો થશે. મંત્રીએ માહિતી આપી કે આ સુધારાઓના આધારે રાજ્યોને GSDPના 0.5 ટકા વધારાનું ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.