ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને મહાનાયક અમિતાભ બચ્ચન વચ્ચે ગાઢ મિત્રતા હતી, રાજીવ ગાંધીના અવસાન બાદ ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવ બન્યો હતો અને સંબંધોમાં ખટાશ આવી હતી. આ કેમ બન્યું એ અંગે બંને પરિવારોએ ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. જોકેહવે એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કેલંડનમાં અભ્યાસ કરતા રાહુલ ગાંધીની ફી ભરવાને મામલે બંને પરિવાર વચ્ચેના સંબંધો બગડ્યા છે.
વરિષ્ઠ પત્રકાર અને ભૂતપૂર્વ સાંસદ સંતોષ ભારતીયના હાલમાં જ પ્રકાશિત થયેલા પુસ્તક ‘વી. પી. સિંઘ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું’માં આ અંગે માહિતી આપવામાં આવી છે. આ પુસ્તક નેવુંના દાયકામાં ભારતના રાજકારણની ઘણી ઘટનાઓને લગતું છે. ભારતીયએ પુસ્તકમાં લખ્યું છે કે રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયાને લંડનમાં રાહુલના શિક્ષણની ચિંતા હતી. એકવાર સોનિયાએ અમિતાભ સાથે તેના વિચારો પ્રકટ કર્યા હતા. જવાબમાં અમિતાભે કહ્યું હતું કે “પૈસા લલિત સૂરી અને સતીશ શર્માએ છીનવી લીધા હતા. મારી પાસે હવે પૈસા નથી, પણ હું કંઈક કરીશ.” અહીં નોંધવું ઘટે કે લલિત સૂરી અને સતીશ શર્મા કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને એ સમયે રાજીવના ખૂબ જ નજીકના હોવાનું કહેવાય છે.
જોકેબે દિવસ પછીબચ્ચને સોનિયાને એક હજાર ડૉલર (અંદાજે રૂ. 74,500)નો ચેક આપ્યો હતો, પરંતુ સોનિયાએ ચેક પરત કર્યો હતો. સોનિયા ગાંધી અમિતાભ બચ્ચનની આ વાતને ભૂલી શક્યાં ન હતાં. આ ઘટનાને કારણે દેશના આ બે પ્રતિષ્ઠિત પરિવારો એકબીજાથી દૂર થયા હતા.
ઉલ્લેખનીય છે કે એ સમયે બચ્ચન, શર્મા અને સૂરીએ ચોખાનો વેપાર શરૂ કર્યો હતો. આ પુસ્તકમાં ભારતીયએ લખ્યું છે કે “અહીંથી બાસમતી ચોખા જતા, ત્યાં તે ‘જાદુ’થી પરમલમાં બદલાઈ જતા હતા. ભારત સરકારે એની મંજૂરી આપી હતી. બીજા ઘણા લોકો પણ આનો ભાગ હતા, પરંતુ ક્યારેય કોઈનાં નામ સામે આવ્યાં નથી.