Social Welfare Schemes: સરકારી સેવાઓ પર ખર્ચ 2025 સુધી આટલે પહોંચશે, આર્થિક સર્વેમાં શહેરી-ગ્રામીણ વપરાશ ખર્ચમાં સરકારી યોજનાઓનો પ્રભાવ

Social Welfare Schemes: સરકારી કલ્યાણ યોજનાઓ ઓછી આવક ધરાવતા પરિવારોમાં વપરાશ અને આવક ઉત્પન્ન કરતી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, જે અસમાનતા ઘટાડીને જીવનધોરણ પર અનુકૂળ અસર કરે છે: આર્થિક સર્વેક્ષણ 2024-25

by khushali ladva
Social Welfare Schemes Expenditure on government services will reach this level by 2025

News Continuous Bureau | Mumbai

  • સરકારનો સામાજિક સેવાઓ ખર્ચ (SSE) કુલ ખર્ચ (TE) માં વધ્યો, નાણાકીય વર્ષ 21 માં 23.3% થી વધીને નાણાકીય વર્ષ 25 (BE) માં 26.2% થયો
  • શહેરી-ગ્રામીણ વપરાશ ખર્ચમાં તફાવત 2023-24માં ઘટીને 70% થયો, જે 2011-12માં 84% હતો
Social Welfare Schemes: શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૌશલ્ય વિકાસ અને સામાજિક માળખાગત વિકાસ દ્વારા નાગરિકોને સશક્ત બનાવવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવાથી નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે, એમ આર્થિક સર્વે 2024-25 જણાવે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આ દસ્તાવેજ રજૂ કર્યો હતો.

Social Welfare Schemes: સામાજિક સેવા ખર્ચમાં વલણો

નાણાકીય વર્ષ 2021માં 23.3 ટકાથી વધીને નાણાકીય વર્ષ 25 (બીઇ)માં 26.2 ટકા અથવા 15 ટકાના સીએજીઆરને પ્રકાશિત કરતા, આર્થિક સર્વેક્ષણમાં કુલ ખર્ચ (ટીઇ)ની ટકાવારી તરીકે સરકારના સામાજિક સેવા ખર્ચ (એસએસઇ)માં વધતા વલણને નોંધવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021માં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો એસએસઈ ખર્ચ રૂ. 14.8 લાખ કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2025 (બીઇ)માં સતત વધીને રૂ. 25.7 લાખ કરોડ થયો છે.

શિક્ષણ અંગે, સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે આ ક્ષેત્રમાં ખર્ચ 12% ના સીએજીઆર પર વધ્યો છે, જે નાણાકીય વર્ષ 21માં 5.8 લાખ કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 25 (બીઇ) માં 9.2 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ સર્વેક્ષણમાં નોંધ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રના ખર્ચમાં 18 ટકાના સીએજીઆરના દરે વૃદ્ધિનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જે રૂ. નાણાકીય વર્ષ 2021માં 3.2 લાખ કરોડ રૂપિયાથી નાણાકીય વર્ષ 2025 (બીઈ)માં 6.1 લાખ કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2015થી નાણાકીય વર્ષ 22 ની વચ્ચે દેશના કુલ આરોગ્ય ખર્ચમાં, સરકારી આરોગ્ય ખર્ચનો હિસ્સો 29.0 ટકાથી વધીને 48.0 ટકા થયો છે, એમ સર્વેમાં નોંધવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KUZZ.jpg

 

Social Welfare Schemes: વપરાશ ખર્ચ

આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે, પુરાવાઓ દર્શાવે છે કે સરકારી યોજનાઓએ ઓછી આવક ધરાવતા કુટુંબોમાં વપરાશ અને આવક પેદા કરવાની પ્રવૃત્તિને વેગ આપ્યો છે. નિઃશુલ્ક કે સબસિડીયુક્ત અનાજ, સબસિડીયુક્ત રાંધણ ઇંધણ, વીમાકવચ, વિવિધ યોજનાઓ હેઠળ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ જેવી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ ઘરની આવક વધારી રહી છે. આ નાણાકીય તબદીલીઓ નાણાકીય રીતે વંચિત વર્ગોને વધારાના સંસાધનો પૂરા પાડવામાં મદદ કરે છે અને આમ, લોકોના જીવનધોરણને અનુકૂળ અસર કરે છે.

સામાજિક ક્ષેત્રની પહેલોએ અસમાનતામાં ઘટાડો કર્યો છે અને વપરાશ ખર્ચમાં વધારો કર્યો છે, જે સર્વેક્ષણમાં પ્રતિબિંબિત થાય છે. Gini ગુણાંક, વપરાશ ખર્ચમાં અસમાનતાનું માપ, તાજેતરના વર્ષોમાં ઘટી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારો માટે, તે 2022-23 માં 0.266 થી ઘટીને 2023-24 માં 0.237 થઈ ગયું હતું, અને, શહેરી વિસ્તારોમાં તે 2022-23 માં 0.314 થી ઘટીને 2023-24 માં 0.284 થઈ ગયું હતું.

સર્વે દસ્તાવેજમાં ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ (એચસીઇએસ) 2023-24ના પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વપરાશ ખર્ચમાં શહેરી-ગ્રામીણ તફાવત ઘટી રહ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 વચ્ચે સરેરાશ માસિક માથાદીઠ ખર્ચ (એમપીસીઈ)માં સૌથી મોટી વૃદ્ધિ ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં વસતિના તળિયે 5-10 ટકા લોકોમાં થઈ છે. સરેરાશ એમપીસીઇમાં શહેરી-ગ્રામીણ તફાવત 2011-12માં 84 ટકાથી ઘટીને 2022-23માં 71 ટકા થયો છે. 2023-24માં તે વધુ ઘટીને 70 ટકા થઈ ગઈ છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વૃદ્ધિના સતત વેગની પુષ્ટિ કરે છે.

આ સમાચાર પણ વાંચો:  Economic Survey: લોકસભામાં રજૂ થયો આર્થિક સર્વે 2024-25, GDP મુદ્દે મોદી સરકારે કર્યો મોટો દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો..

Social Welfare Schemes: આર્થિક સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે સરકારની વિવિધ નાણાકીય નીતિઓ આવક વિતરણને ફરીથી આકાર આપી રહી છે. સરકારની વિવિધ સામાજિક યોજનાઓના સમૂહમાં ખાદ્ય સબસિડી સૌથી મોટો નાણાકીય ખર્ચ છે. 2022-23 માં, કેન્દ્ર સરકારે તેના બજેટનો 6.5 ટકા હિસ્સો પીએમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) પર મફત અને સબસિડીવાળા ખાદ્ય રાશન પ્રદાન કરવા માટે ખર્ચ કર્યો હતો.

નીચા વપરાશ જૂથો વચ્ચે મોટા લાભોની સાંદ્રતા સૂચવે છે કે પીડીએસ/પીએમજીકેએવાય નીતિઓ ઓછી આવકને ટેકો આપે છે અને અન્ય નબળા પરિવારોને આવકમાં વધઘટ અને ગરીબી સામે રક્ષણ આપે છે. 2022-23માં સરેરાશ, સબસિડીનું મૂલ્ય ગ્રામીણ તળિયાના 20 ટકામાં ઘરગથ્થુ વપરાશમાં 7 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ ટોચના 20 ટકામાં માત્ર 2 ટકા હિસ્સો ધરાવે છે. શહેરી વિસ્તારોમાં પણ આવી જ પ્રગતિશીલ પેટર્ન જોવા મળે છે.

આ સર્વેક્ષણ વસ્તીના વિવિધ ભાગોમાં આ લાભોની ફાળવણીની આંતરદૃષ્ટિ પણ પ્રદાન કરે છે. 2022-23 માં, 84% વસ્તીને રેશનકાર્ડની સુલભતા હતી, જેમાં 59% લોકોએ તેમના ઘરમાં ગરીબી રેખા નીચે (બીપીએલ), અંત્યોદય અન્ન યોજના (એએવાય) અથવા પ્રાયોરિટી હાઉસહોલ્ડ (પીએચએચ) કાર્ડ ધરાવતા હોવાનો અહેવાલ આપ્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More