Site icon

Sonia Gandhi In Srinagar: રાહુલ ગાંધીને મળવા શ્રીનગર પહોંચ્યા માતા સોનિયા ગાંધી, કરી બોટની સવારી, જુઓ વિડીયો..

Sonia Gandhi In Srinagar: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધીને મળવા શ્રીનગર પહોંચી ગયા છે. જ્યાં તે બોટ રાઈડ કરતા જોવા મળ્યા હતા.

Sonia Gandhi In Srinagar: Sonia Gandhi takes boat ride in Srinagar, to join Rahul Gandhi

Sonia Gandhi In Srinagar: રાહુલ ગાંધીને મળવા શ્રીનગર પહોંચ્યા માતા સોનિયા ગાંધી, કરી બોટની સવારી, જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai 

Sonia Gandhi In Srinagar:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવા તેમની માતા સોનિયા ગાંધી શ્રીનગર પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન સોનિયા ગાંધીએ નિજીન તળાવમાં બોટ રાઈડ કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સોનિયા ગાંધી બોટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં રાહુલ ગાંધી લદ્દાખના એક સપ્તાહના પ્રવાસ બાદ શુક્રવારે સાંજે શ્રીનગર પહોંચ્યા હતા. તે આજે તેમની માતાને મળશે. તેમણે એમ પણ જણાવ્યું કે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે આવે તેવી શક્યતા છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

શ્રીનગરમાં ગાંધી પરિવાર ક્યાં રહેશે?

મીડિયામાં પ્રકશિત અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી નિજીન તળાવમાં હાઉસબોટમાં રોકાયા છે અને પરિવાર શનિવારે રૈનાવારી વિસ્તારની એક હોટલમાં રોકાય તેવી શક્યતા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ હોટલ સાથે ગાંધી પરિવારની જૂની યાદો જોડાયેલી છે. અહીં બે રાત રોકાયા બાદ તેઓ ગુલમર્ગ જાય તેવી પણ શક્યતા છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ દરમિયાન પરિવારનો કોઈ રાજકીય કાર્યક્રમ નક્કી નથી.

આ સમાચાર પણ વાંચો : Rice Price : મોદી સરકારના આ પગલાથી વધુ ઉછળશે ચોખાના ભાવ, જાણો તમારા પર શું થશે અસર

રાહુલ ગાંધી પરિવાર સાથે શ્રીનગર જશે

કોંગ્રેસ નેતાએ કહ્યું, આ સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને પારિવારિક મુલાકાત છે અને પાર્ટીના કોઈપણ નેતા સાથે કોઈ રાજકીય મુલાકાત થશે નહીં. રાહુલ છેલ્લા એક સપ્તાહથી કેન્દ્ર શાસિત પ્રદેશ (UT) લદ્દાખમાં છે અને કારગીલમાં એક જાહેર રેલીને સંબોધિત કર્યા બાદ શુક્રવારે સવારે શ્રીનગર પહોંચ્યા હતા.

આ પહેલા રાહુલ ગાંધી 17 ઓગસ્ટે લદ્દાખ પહોંચ્યા હતા. લદ્દાખની આ તેમની પ્રથમ મુલાકાત હતી, જે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું હતું.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version