ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે 2021
સોમવાર
સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઇ. વેક્સિનેશન મામલે સુનાવણી શરૂ થઈ જેમાં અનેક વખત ટેકનિકલ પરેશાનીઓ થવા માંડી. અનેક વકીલો disconnect થઈ રહ્યા હતા. આવા સમયે જ્યારે પી ચિદમ્બરમ ની દલીલ નો સમય આવ્યો. ત્યારે તેણે પોતાના બેકગ્રાઉન્ડમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની વિડીયો કોન્ફરન્સ ચાલુ રાખી હતી. પી ચિદમ્બરમ નું માઈક અનમ્યુટ થયું ત્યારે સોનિયા ગાંધી કોરોના પર ભાષણ આપી રહ્યા હતા.
આ સુપ્રસીદ્ધ ટીવી સ્ટાર ને થયો કોરોના. બેકાળજી રાખતા હવે આઈસીયુ માં ભરતી.
આ ભાષણ ચિદમ્બરમના માઇક થકી સુપ્રીમ કોર્ટના virtual રૂમમાં સંભળાવવા માંડ્યું.
આ ભાષણ સાંભળીને સર્વે કોઈ હસી પડ્યા. અંતે વકીલ કપિલ સિબ્બલે પી ચિદમ્બરને જણાવ્યું અને આ ભાષણ બંધ કરાવ્યું.
