ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 મે 2020
શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પરપ્રાંતિયોની શ્રમિકોની દુર્દશા અને મજૂરોને લગતા કાયદાઓમાં કથિત ફેરફારો અંગે વિપક્ષોની એક બેઠકની અધ્યક્ષતા કરશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠક બોલવામાં આવી છે જેમાં પંદર પક્ષોએ હાજર રહેવાની સંમતી આપી છે. કોરોના વાયરસ ફાટી નીકળ્યાં બાદ દેશવ્યાપી લોકડાઉન વચ્ચે હજારો પરપ્રાંતિય કામદારો, દિવસોથી, રાજમાર્ગો પર પગપાળા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રસ્તા કિનારે બેસી સ્થળાંતર કરતા કામદારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
રવિવારે સરકારે લોકડાઉનને 31 મે સુધી વધાર્યું હતું. રવિવારે કેન્દ્રએ જણાવ્યું હતું કે 'ઘર તરફ જતા ફસાયેલા મજૂરોની ગતિવિધિને ટ્રેક કરવા અને તેમની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે તેણે ઓનલાઇન સ્થળાંતર માહિતી સિસ્ટમ (એનએમઆઈએસ) વિકસાવી છે.
જ્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરો માટે વિશેષ ટ્રેનો ચલાવવા વિવિધ રાજ્ય સરકારો સાથે હાથ મિલાવ્યા છે..