ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફની ટીમ પર હુમલો કરનારા આતંકવાદીઓએ એક કાશ્મીરી નાગરિકને ગોળી મારી દીધી હતી, જે તેનાં 3 વર્ષના પૌત્ર સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પેલાં માસૂમ બાળકને સમજાયું કે નહીં કે તેના દાદા અચાનક રસ્તા વચ્ચે કેમ સુઈ ગયા. આથી તે દાદાને ઉઠાડવાની કોશિશ કરતો હતો. આ જોઈ સીઆરપીએફના એક જવાને પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ બાળકને ભીષણ ફાયરિંગની વચ્ચેથી બચાવી લીધો હતો, પરંતુ આ બાળકના દાદાનું કરુણ મોત નીપજ્યું ..
હકીકતમાં જ્યારથી કાશ્મીરમાં સેનાએ 'ઓપરેશન ઓલ આઉટ' ચલાવ્યું છે ત્યારથી દરરોજ આતંકવાદીઓ સાથે અથડામણ ની ખબરો સામે આવી રહી છે. પરંતુ આજે એક હૃદયદ્રાવક ઘટના સર્જાય છે. તેના પરથી કહી શકાય કે હારેલા આતંકીઓ હવે સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સવારથી જ સોપોરમાં સીઆરપીએફની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ અથડામણમાં સામી ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. આ ગોળીબારીમાં સીઆરપીએફ નો એક જવાન શહીદ થયો છે જ્યારે ત્રણ જવાનોને ઇજા પહોંચતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com