South Central Railway: સિકંદરાબાદ ડિવિઝન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે આટલી ટ્રેનો થશે પ્રભાવિત,જાણો વિગતે

South Central Railway: દક્ષિણ મધ્ય રેલવે સિકંદરાબાદ ડિવિઝનના મહેબુબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકના લીધે અમુક ટ્રેનો પ્રભાવિત થવાની છે.

by Zalak Parikh
South Central Railway secunderabad division, some trains running/passing through Ahmedabad division will be affected

News Continuous Bureau | Mumbai

South Central Railway: દક્ષિણ મધ્ય રેલવે સિકંદરાબાદ ડિવિઝનના મહેબુબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકના લીધે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:

 

રદ કરાયેલી ટ્રેનો:

  1. 25 મે 2025 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નં. 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ રદ રહેશે.
  2. 22 મે 2025 ના રોજ વિશાખાપટ્ટનમ થી ઉપડતી ટ્રેન નં. 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.
  3. 28 મે 2025 ના રોજ ઓખા થી ઉપડતી ટ્રેન નં. 20820 ઓખા-પુરી એક્સપ્રેસ રદ રહેશે. 
  4. 25 મે 2025 ના રોજ પુરી થી ઉપડતી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો: India Financial crisis : ભારતના અડધા નાગરિકો પાસે 3.5 લાખ રૂપિયા પણ નથી, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

 

મહબૂબાબાદ સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ રદ:

  1. 27 અને 28 મે, 2025 ની ટ્રેન નં. 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં. 
  2. 25 મે થી 29 મે, 2025 સુધી ટ્રેન નં. 12656 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ મહબૂબાબાદ સ્ટેશન પર રોકાશે નહીં.

ટ્રેનોના રોકાણ, સમય અને શ્રેણી અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Join Our WhatsApp Community

You may also like