News Continuous Bureau | Mumbai
Space Missions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશની બાગડોર સંભાળી છે. આ કાર્યકાળને મોદી 3.0 ( Modi 3.0 ) કહેવામાં આવી રહ્યું છે. મોદી 3.0માં સ્પેસ સેક્ટર પર ઘણો ભાર રહેશે. પીએમ મોદીના છેલ્લા બે કાર્યકાળમાં અવકાશ ક્ષેત્રે ઘણી ઊંચાઈઓને સ્પર્શી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ISRO ) ના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારતને પહેલો દેશ બનાવ્યો છે. તેમજ સૂર્યના અભ્યાસ માટે ‘આદિત્ય’ અવકાશયાન L1 બિંદુ પર મોકલ્યું છે. મોદી 3.0 ના આગામી પાંચ વર્ષ દરમિયાન ISRO ઘણા મોટા મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવો જાણીએ ભવિષ્યના આ 5 સ્પેસ મિશન વિશે…
Space Missions: NISAR મિશન
અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરોનું આ સંયુક્ત મિશન આ વર્ષે પ્રક્ષેપણ માટે તૈયાર છે. NISAR નું ( NISAR mission ) પૂર્ણ સ્વરૂપ NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર છે. અદ્યતન રડાર ટેક્નોલોજી દ્વારા, આ મિશન પૃથ્વીની ઇકોસિસ્ટમ્સ, બરફના જથ્થા અને કુદરતી આફતોનો અભ્યાસ કરશે. NISAR તરફથી ISRO ને ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને સમજવા સંબંધિત મહત્વપૂર્ણ ડેટા મળશે.
Space Missions: શુક્રયાન-1 મિશન
ભારત આવતા વર્ષ સુધીમાં શુક્ર પર સંશોધન માટે અવકાશયાન મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. શુક્રયાન-1 મિશન ( Shukrayaan 1 Mission ) વાસ્તવમાં એક ઓર્બિટર હશે જે શુક્રની પરિક્રમા કરશે અને તેના વાતાવરણ અને સપાટી વિશે માહિતી એકત્રિત કરશે. આનાથી વૈજ્ઞાનિકોને શુક્રની આબોહવા અને ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓને સમજવામાં મદદ મળશે.
આ સમાચાર પણ વાંચો : Gokhale Road Bridge : બરફીવાલા ફ્લાયઓવરને ગોખલે બ્રિજથી જોડવામાં મળી સફળતા! 1 જુલાઈથી વાહન વ્યવહાર ખુલ્લો મુકાશે..
Space Missions: મંગલયાન-2 મિશન
મંગલયાન-1ની સફળતાને લઈને આખો દેશ ઉત્સાહિત છે. ત્યારે હવે, મંગલયાન-2નો વારો 2026માં આવશે. મંગલયાન-2 ( Mangalyaan-2 Mission ) વૈજ્ઞાનિકોને લાલ ગ્રહ વિશે વધુ માહિતી આપશે. આ મિશનનો ઉદ્દેશ મંગળની સપાટી અને તેના વાતાવરણને સમજવાનો તેમજ જીવનની સંભવિત હાજરીના પ્રાચીન સંકેતો શોધવાનો છે.
Space Missions: ચંદ્રયાન-4 મિશન
ભારતે ચંદ્રયાન-3 દ્વારા અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. 2028માં ચંદ્રયાન-4 ( Chandrayaan-4 mission ) લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ISRO આ મિશન દ્વારા ચંદ્ર પરથી સેમ્પલ પરત લાવવા માંગે છે. એટલે કે ચંદ્રયાન-4 માત્ર ચંદ્ર પર ઉતરશે જ નહીં, પરંતુ ત્યાંથી સેમ્પલ એકત્રિત કરીને વિગતવાર વિશ્લેષણ માટે પૃથ્વી પર પણ પરત લાવશે.
Space Missions: નાસાનું આર્ટેમિસ મિશન
નાસાના ( NASA ) આર્ટેમિસ મિશનમાં ( Artemis mission ) ભારત પણ ભાગીદાર બનશે. આ મિશન દ્વારા ફરીથી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં લાંબા ગાળાની હાજરી કેવી રીતે સ્થાપિત કરવી તે પણ આર્ટેમિસ મિશનનો એક ધ્યેય હશે.
આ સમાચાર પણ વાંચો : RBI Action:RBIની ‘આ’ બેંક સામે મોટી કાર્યવાહી.. આ બેંકનું લાઇસન્સ કર્યું રદ, સામાન્ય ગ્રાહકો પર શું થશે અસર? જાણો…