News Continuous Bureau | Mumbai
કામના સમયે તમને મોબાઈલ ફોન(Mobile phone) પર સતત નકામા મેસેજ(Junk message) અને ફોન આવ્યા કરે છે? જોકે હવે બહુ જલદી મોબાઈલ યુઝર્સ(Mobile users) આવા સ્પામ કોલ અને ફેક મેસેજથી(spam calls and fake messages) છુટકારો મેળવી શકશે. દેશમાં બહુ જલદી નવું ટેલિકોમ બિલ(Telecom Bill) આવી રહ્યું છે. જેથી આ બાબતોને આવરી લેવાનું છે. તાજેતરમાં ટેલિકોમ મંત્રી અશ્વિન વૈષ્ણવે(Telecom Minister Ashwin Vaishnave) તેની જાહેરાત કરી હતી.
જ્યારે તમને XYZ બેંકમાંથી કૉલ કર્યો છે, કરીને સામેથી ફોન આવે છે ત્યારે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. અમુક લોકોને અજાણ્યા નંબરોથી(unknown numbers) ધમકીઓના પણ ફોન કોલ આવતા હોય છે. તેથી ગ્રાહકોની સુરક્ષા માટે સાયબર છેતરપિંડી થી બચાવવા આ બિલ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે કહ્યું હતું કે નવું ટેલિકોમ બિલ છથી 10 મહિનામાં રજૂ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ- રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ- હવે આ વ્યક્તિ બની શકે છે પાર્ટીના અધ્યક્ષ
ટેલિકોમ બિલ-2022ના ડ્રાફ્ટ મુજબ, 'ઓવર-ધ-ટોપ' એપ્સ જેમ કે વોટ્સએપ, ઝૂમ અને ગૂગલ ડ્યૂઓ જે 'કૉલિંગ' અને 'મેસેજિંગ' સેવાઓ પૂરી પાડે છે તેને ઓપરેટ કરવા માટે લાયસન્સની જરૂર પડી શકે છે. આ બિલ અનુસાર, તમામ ઇન્ટરનેટ કોલિંગ અને મેસેજિંગ એપને KYC જોગવાઈઓનું પાલન કરવું પડશે. KYC નિયમો સાયબર ફ્રોડને રોકવામાં મદદ કરશે.
બિલના અંતિમ અમલીકરણમાં થોડો સમય લાગશે. વિચારણા પ્રક્રિયા પછી, અંતિમ ડ્રાફ્ટ તૈયાર થશે. જે સંબંધિત સંસદીય સમિતિ સમક્ષ જશે ત્યારબાદ તેને સંસદમાં લાવવામાં આવશે, જેમાં છથી દસ મહિનાનો સમય જશે એવો દાવો ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કર્યો હતો.