Site icon

Independence Day Celebrations: 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનવા આમંત્રિત કરવામાં આવ્યા વિશેષ મહેમાનો, લાલ કિલ્લા ખાતે જોડાશે ગુજરાતના આ વિશેષ અતિથિઓ.

Independence Day Celebrations: નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગુજરાતના 39 વિશેષ મહેમાનો જોડાશે. રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા ડ્રોન દીદીઓ, આશા/એએનએમ કાર્યકરો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સહિત વિવિધ જૂથના આમંત્રિતોનો સમાવેશ થાય છે

Special guests invited to witness the 78th Independence Day celebrations will join these special guests from Gujarat at the Red Fort.

Special guests invited to witness the 78th Independence Day celebrations will join these special guests from Gujarat at the Red Fort.

 News Continuous Bureau | Mumbai 

Independence Day Celebrations:  નવી દિલ્હીમાં આયોજિત થનારા 78મા સ્વતંત્રતા દિવસની ( Independence Day ) ઉજવણીમાં પોતાની છાપ છોડાવવા માટે તૈયાર છે, જે માટે રાજ્યના ( Gujarat  ) 39 વિશેષ અતિથિઓને ( Special Guest ) 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વ્યક્તિઓના આ વિવિધ જૂથમાં ડ્રોન દીદીઓ, આશા/એએનએમ કાર્યકરો, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના લાભાર્થીઓ સામેલ છે.  

Join Our WhatsApp Community

આમંત્રિત મહેમાનોએ દિલ્હીથી રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા માટે તેમને આમંત્રણ ( Invitation ) આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

આમંત્રિતોમાં ગાંધીનગરના ‘ડ્રોન દીદી’ હેપ્પી પટેલ પણ છે, જેમણે ધ્વજવંદન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત થવા બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “78માં સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રિત થવાથી હું ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું.”

ખેડા જિલ્લાના રહેવાસી અને લખપતિ દીદીના લાભાર્થી વિલાસબેન ચાવડા અન્ય આમંત્રિત છે જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું, “હું આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને મને આમંત્રણ આપવા બદલ ભારત સરકારનો આભાર માનું છું.”

આ સમાચાર પણ વાંચો: WPI Inflation: મોંઘવારીના મોરચે મોદી સરકાર-RBI માટે રાહત: છૂટક પછી, જથ્થાબંધ ફુગાવો પણ ઘટ્યો; જાણો આંકડા

ભારત સરકારે ( Central Government ) આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વિકસિત ભારત થીમ હેઠળ દેશભરમાંથી 6,000થી વધુ વિશેષ મહેમાનોને આમંત્રિત કર્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
Exit mobile version