છ વર્ષ પછી બીજી વખત મોદી સરકારે સ્પેકટ્રમની હરાજી શરૂ કરી દીધી છે. સૌપ્રથમ સ્પેકટ્રમ હરાજી 2015માં થઈ હતી.
સ્પેકટ્રમ હરાજીના પ્રથમ દિવસે લગભગ ચાર લાખ કરોડ રૂપિયાના રિઝર્વ પ્રાઇસે પહેલા દિવસે 77,146 કરોડ રૂપિયાના બિડ મળ્યા. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ બિડ મૂક્યા હતા.
3.92 લાખ કરોડની કિંમતના 2,250 મેગાહર્ટ્ઝના સ્પેકટ્રમના જુદા-જુદા બેન્ડની હરાજી શરૂ થઈ. જો કે ફાઇવ-જી સ્પેકટ્રમની હરાજી પછી થશે.