Sri Lanka: શ્રીલંકા સરકારનો મોટો નિર્ણય! શ્રીલંકામાં ભારત સહિત આ 6 દેશોના પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશને આપી મંજૂરી.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં..

Sri Lanka: શ્રીલંકાની કેબિનેટે દેવાથી ડૂબેલા ટાપુ રાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રના પુનઃનિર્માણના પ્રયાસો વચ્ચે ભારત અને અન્ય છ દેશોના પ્રવાસીઓને મફત પ્રવાસી વિઝા આપવાની નીતિને મંજૂરી આપી છે…

by Hiral Meria
Sri Lanka Big decision of the Sri Lankan government! Sri Lanka has allowed visa-free entry for tourists from these 6 countries including India..

News Continuous Bureau | Mumbai 

Sri Lanka: શ્રીલંકા (Sri Lanka) ની કેબિનેટે દેવાથી ડૂબેલા ટાપુ રાષ્ટ્રમાં ( island nation ) પ્રવાસન ક્ષેત્રના પુનઃનિર્માણના પ્રયાસો વચ્ચે ભારત અને અન્ય છ દેશોના પ્રવાસીઓને ( tourists ) મફત પ્રવાસી વિઝા ( Free Visa ) આપવાની નીતિને મંજૂરી આપી છે. વિદેશ મંત્રી અલી સાબરીએ ( Ali Sabri ) મંગળવારે આ વાત કરી હતી. વિદેશ મંત્રી સાબરીએ એક નિવેદનમાં કહ્યું કે આ 31 માર્ચ, 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. કેબિનેટે ભારત ( India ), ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી મફત પ્રવેશને મંજૂરી આપી છે. આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે કોઈપણ ફી વિના વિઝા મેળવી શકશે.

2019 માં ઇસ્ટરના દિવસે બોમ્બ વિસ્ફોટો ( Bomb Blast ) પછી, શ્રીલંકામાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું હતું. વિસ્ફોટોમાં 11 ભારતીયો સહિત 270 લોકો માર્યા ગયા હતા અને 500 થી વધુ ઘાયલ થયા હતા. મંત્રીએ કહ્યું કે તરત જ શરૂ થયેલ પાયલોટ પ્રોજેક્ટને 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવશે. માર્ચની શરૂઆતમાં, શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સાબરીએ કહ્યું હતું કે ભારત સાથેના તેમના દેશના સંબંધો ‘અમારી વિદેશ નીતિમાં સૌથી મહત્વપૂર્ણ છે’.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : ટેલિકોમ બાદ હવે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, આ કંપની સાથે થવા જઇ રહી છે મોટી ડીલ.. જાણો વિગતે અહીં..

ભારતએ શ્રીલંકા માટેનું સૌથી મોટું સ્ત્રોત બજાર…

આ દેશોના પ્રવાસીઓ હવે કોઈપણ ફી વિના શ્રીલંકાના વિઝા મેળવી શકે છે, જે નોંધપાત્ર ફેરફાર છે. ભારત ઐતિહાસિક રીતે શ્રીલંકાના ઇનબાઉન્ડ ટુરિઝમનો પ્રાથમિક સ્ત્રોત રહ્યો છે. સપ્ટેમ્બરના ડેટા જોઈએ તો ભારતમાંથી 30,000થી વધુ લોકો શ્રીલંકા પહોંચ્યા હતા. જે કુલ પ્રવાસીઓના 26 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીની પ્રવાસીઓ 8,000 થી વધુ આગમન સાથે બીજા નંબરનું સૌથી મોટું જૂથ છે, પીટીઆઈએ અહેવાલના આંકડા અનુસાર..

ભારતએ શ્રીલંકા માટેનું સૌથી મોટું સ્ત્રોત બજાર છે અને શ્રીલંકાના પ્રવાસન મંત્રાલયની માર્કેટિંગ અને સંદેશાવ્યવહાર વ્યૂહરચનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જેમાં ભારતમાં અનેક રોડ શો અને ઇવેન્ટ યોજવામાં આવી છે. શ્રીલંકાના પ્રવાસન અધિકારીઓનું કહેવું છે કે, “શ્રીલંકામાં પ્રવાસીઓના આગમનમાં વધુ એક પ્રોત્સાહન ચીનથી આવી શકે છે કારણ કે શ્રીલંકાએ 20 દેશોમાંનો એક છે. શ્રીલંકાની સરકાર દેશના મોટા ભાગના પર્યટન સ્થળો માટે ઈ-ટિકિટીંગ સિસ્ટમ શરૂ કરવા માટે પણ સક્રિયપણે વિચારણા કરી રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More