ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
29 જુલાઈ 2020
અયોધ્યાના ઐતિહાસિક રામંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 'અખિલ ભારતીય સંત સમિતિના' રાષ્ટ્રીય અધ્યક્ષ અને 'સતકેવલ સંપ્રદાય' સારસાના ગાદીપતિ અવિચલદાસ મહારાજ, 'હિન્દુ આચાર્ય સભા'ના વડા સ્વામી પરમાનંદજી – રાજકોટ, 'છારોડી ગુરુકુળ'ના સંસ્થાપક માધવપ્રિયદાસજી, જામનગરના 'પ્રણામી સંપ્રદાય'ના આચાર્ય કૃષ્ણમણી અને 'સ્વામિનારાયણ સંપ્રદાય' બાપ્સના વડા મહંત સ્વામીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સંતો 4થી ઓગસ્ટના રોજ વિમાનમાર્ગે લખનઉ પહોંચશે. 'અખિલ ભારતીય સંત સમિતિ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજ ઉપરાંત મહામંત્રી, કોષાધ્યક્ષ, મહામંત્રી પણ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે સદીઓ થી જેની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આવી પહોંચી છે. 5મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં, ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન રામના જન્મસ્થળે, રામજન્મભૂમિનું ભુમિપુજન કરવામાં આવનાર છે. તેમાં માત્ર દેશભરના અગ્રણી ગણાતા 200 લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના પણ 5 અગ્રણી સાધુ-સંતો રામમંદિર નિર્માણના શિલાન્યાસના સાક્ષી બનશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com