News Continuous Bureau | Mumbai
PM Modi: એક જાહેર સભા દરમિયાન, શ્રી રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ( Narendra Modi ) OBC દરજ્જા પર સવાલ ઉઠાવતું નિવેદન આપ્યું હતું.
નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ( National Commission for Backward Classes ) , આથી સ્પષ્ટ કરે છે કે મોઢ ઘાંચી જાતિ 91 (a) પર મંડલ યાદીમાં છે. ગુજરાત સરકાર ( Gujarat Govt ) દ્વારા 25મી જુલાઈ 1994ના રોજ OBCની રાજ્ય યાદીમાં મોઢ ઘાંચી જાતિના સમાવેશ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે 15.11.1997ના રોજ કેન્દ્ર સરકારને ગુજરાત રાજ્ય માટે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં મોઢ-ઘાંચીનો સમાવેશ કરવા માટે સલાહ આપી હતી અને તેના માટે ગેઝેટ નોટિફિકેશન 27.10.1999ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એક્ટ, 1993 મુજબ, ઓબીસીની કેન્દ્રીય યાદીમાં કોઈપણ જાતિ/સમુદાયના સમાવેશ માટે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસની સલાહ સામાન્ય રીતે કેન્દ્ર સરકારને બંધનકર્તા હતી. મોઢ ઘાંચી જાતિ સહિત ગુજરાત રાજ્ય માટે OBCની કેન્દ્રીય યાદીમાં 104 જાતિ/સમુદાય છે.
આ સમાચાર પણ વાંચો : Bharat Ratna: મોદી સરકારે પહેલીવાર 15 દિવસમાં આટલા ભારત રત્ન પુરસ્કારોની જાહેરાત કરી તોડ્યો રેકોર્ડ.. 1999માં અટલ સરકાર વખતે કંઈક આવું થયું હતું..
નોંધનીય છે કે જ્યારે મોઢ-ઘાંચીને ઓબીસીની રાજ્ય યાદીમાં તેમજ ઓબીસીની કેન્દ્રીય યાદીમાં ( OBC Central List ) સમાવવા માટેના ઉપરોક્ત બંને નિર્ણયો લેવામાં આવ્યા હતા, ત્યારે શ્રી નરેન્દ્ર મોદી પાસે કોઈ વિધાયક કે કાર્યકારી હોદ્દો નહોતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.