Site icon

SC નો મોટો નિર્ણય : ફાઈનલ યર ની પરીક્ષા જરુર થશે. હાલ રાજ્યો પરીક્ષા મોકૂફ રાખી શકે છે.. પરંતુ પરીક્ષા લેવાશે તો ખરી જ..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 ઓગસ્ટ 2020

કોરોના વાયરસની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય આપ્યો છે. દેશની તમામ યુનિવર્સિટીમાં ફાઈનલ ઈયરની પરીક્ષાઓને મંજૂરી આપી દીધી છે. જો કે કોરોનાથી વધારે સંક્રમિત ક્ષેત્રોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં લેવામાં આવશે. કોર્ટે કહ્યું કે, 'રાજ્યો અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર વિદ્યાર્થીઓને પ્રમોશન ન આપી શકાય.’ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ‘કોરોનાના કટોકટીના સમયગાળા દરમિયાન પરીક્ષાઓ લેવામાં મુશ્કેલી અનુભવતા રાજ્યો યુજીસી સમક્ષ પરીક્ષા મુલતવી રાખવા માટે અરજી કરી શકે છે. પરંતુ પરીક્ષાઓ તો મોડી વહેલી લેવાશે જ.'

ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરેની યુવા સેના સહીત અનેક લોકોએ, તમામ પરીક્ષાઓ રદ્દ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ટાંકી કહેવામાં આવ્યું હતું કે 'કોરોના કાળને લીધે ઉભા થયેલા સંકટને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ છે અને કોરોનાના કેસો હજુ પણ સતત વધી રહ્યાં છે. આ સ્થિતિમાં પરીક્ષા યોજવી એટલે કોરાનાને નિમંત્રણ આપવું.'  અરજીમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓએ 5 સેમેસ્ટર પૂર્ણ કર્યા છે અને તેમના ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઇન્ટ એવરેજ એટલે કે CGPA છે, જે ફાયનલ પરીક્ષાઓ લીધા વગર પરિણામ જાહેર કરવા માટે આ CGPA પૂરતા છે.

નોંધનીય છે કે 18 ઓગસ્ટે સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણયને મોકૂફ રાખ્યો હતો. દરેક પક્ષે પોતાની દલીલ રાખ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત નિર્ણય આપ્યો છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Rahul Gandhi: ‘રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’: ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 પ્રતિષ્ઠિત હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Nitish Kumar: બિહારમાં ‘એ જ ત્રિપુટી’નો દબદબો કાયમ: નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાના નામ પર પણ મંજૂરીની મહોર
PM Kisan Yojana: PM કિસાન યોજના: ખુશખબરી! આજે યુપીના ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4314.26 કરોડ, અહીં જુઓ વિગતો
RAW Officer: RAW અધિકારી બનીને કરતો હતો છેતરપિંડી: 20 બેંકોમાં ખાતા, 5 પાન કાર્ડ સાથે બિહારના સુનીતની નોઇડામાં ધરપકડ
Exit mobile version