185
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
ગત ૨૪ કલાકથી દિલ્હીમાં સતત વરસાદ પડી રહ્યો છે. બુધવારના દિલ્હીમાં છ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો. આ મે મહિનામાં પડેલા વરસાદનો સર્વાધિક રેકૉર્ડ છે. વર્ષ ૧૯૭૬માં દિલ્હીમાં આના કરતાં વધુ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પણ વરસાદનું જોર છે. હાલ વાવાઝોડું શમી ગયું છે, પરંતુ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે જે વરસાદી વાદળ ઉત્તર ભારત સુધી પહોંચ્યાં છે એ અત્યારે આખા ઉત્તર પ્રદેશમાં ગરમીથી રાહત આપતાં, વરસાદ વરસાવી રહ્યાં છે.
બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ચાલુ છે. એટલે કે હાલ ભારતના ૭૦ ટકા જેટલા વિસ્તારમાં ચોમાસું ન હોવા છતાં વરસાદી માહોલ છે.
You Might Be Interested In