Site icon

વાવાઝોડાની જોરદાર અસર : દિલ્હીમાં વરસાદે ૪૫ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

 

ગત ૨૪ કલાકથી દિલ્હીમાં સતત વરસાદ પડી રહ્યો છે. બુધવારના દિલ્હીમાં છ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો. આ મે મહિનામાં પડેલા વરસાદનો સર્વાધિક રેકૉર્ડ છે. વર્ષ ૧૯૭૬માં દિલ્હીમાં આના કરતાં વધુ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં પણ વરસાદનું જોર છે. હાલ વાવાઝોડું શમી ગયું છે, પરંતુ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે જે વરસાદી વાદળ ઉત્તર ભારત સુધી પહોંચ્યાં છે એ અત્યારે આખા ઉત્તર પ્રદેશમાં ગરમીથી રાહત આપતાં, વરસાદ વરસાવી રહ્યાં છે.

બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ચાલુ છે. એટલે કે હાલ ભારતના ૭૦ ટકા જેટલા વિસ્તારમાં ચોમાસું ન હોવા છતાં વરસાદી માહોલ છે.

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version